ચોરી પર સીનાચોરી – દિલીપ પટેલ
ખાદ્યતેલને રિફાઈન્ડ કરવા વપરાતી બ્લીચીંગ ક્લેનું ઉત્પાદન એશિયામાં એકમાત્ર આશાપુરા પરફોક્લે કંપની દ્વારા થાય છે. ભુજના ભુજોડીમાં આવેલી આશાપુરા પરફોક્લે નામનાં ઔદ્યોગિક એકમને કાયદાના ભંગ બદલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડે 6 ઓગસ્ટ 2018માં બંધ કરી દીધી હતી. અહીંની બ્લીચીંગ ક્લેની ભારત ઉપરાંત પડોશી અને યુરોપીયન દેશોમાં પણ નિકાસ થાય છે. આપપાસના ખેતરોમાં આ કંપની દ્વારા જીપ્સમ ફેંકવામાં આવતું હતું. સમગ્ર ભારતમાં રિફાઈન્ડ તેલથી ઊભા થયેલા આરોગ્યના પ્રશ્નો માટે આ કંપનની દ્વારા બનાવવામાં આવતી બ્લીચીંગ ક્લે જવાબદાર છે.
15 જાતના કેમીકલ
રિફાઇન્ડ ઓઇલના નામે ધીમું ઝેર જ વેચાય છે. છતાં ગુજરાત, મહારાષ્ટ્ર, વગેરે સરકારો એની ઉપર પ્રતિબંધ નથી. સાધારણ રીફાઇન્ડ તેલમાં 7 થી 7 અને ડબલ રિફાઇન્ડ તેલમાં 12 થી 15 જાતના રસાયણો ઉપયોગમાં લેવામાં આવે છે. આ કેમીકલો ઇનઓર્ગેનિક છે, એટલે કે ધીમું ઝેર છે. તેથી હવે લોકો રિફાઇન્ડ તેલ વાપરવાના બદલે તલ, સિંગ, સરસવ કે નાળિયેરનું શુદ્ધ એટલે રિફાઇન્ડ કર્યા વગરનું તેલ વાપરવા લાગ્યા છે.
તેલની સુગંધ જતી રહે છે
શુધ્ધ તેલમાં સુવાસ આવતી હોય છે, એ ઘણાને નથી ગમતી તેથી રિફાઇન્ડ તેલ વાપરે છે. જેમાં કોઈ ગંધ કે સુગંધ નથી હોતા. ખરેખર તો તેલની સુગંધ ધરાવતું તેલ ખરું તેલ છે, એમાં જ પ્રોટીન હોય છે. સૌથી વધું પ્રોટીન તલના તેલમાં હોય છે. રિફાઇન્ડ કર્યા પછી તેલમાંની વાસ નીકળી જાય છે. એની સાથે પ્રોટીન પણ નીકળી જાય છે. બાકી રહે છે. ઝેરવાળું પ્રવાહી.
રિફાઇન્ડ તેલ ખાવાથી ઘુંટણની તકલીફ, કમરનો દુઃખાવો, હાડકનો દુઃખવા, હાર્ટએટેક, પેરેલીસીસ, બ્રેન ડેમેજ થઈ શકે છે. શુધ્ધ તેલમાં HDL – હાઇડેન્સીટી લિમોપ્રોટીન હોય છે. એટલે હૃદયરોગની શક્યતા ઓછી થાય છે. રિફાઈન્ડ તેલમાં પૌષ્ટીક તત્વ નાશ પામે છે.
FSSAI ની અહેવાલ પ્રમાણે દેશમાં 100માંથી 68 ટકા દૂધ અને દૂધથી બનાવવામાં આવતી વસ્તુઓ ભેળસેળ યુક્ત હોય છે. જેમાં મિલાવટ માટે વધુ ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુઓમાં ડિટર્જન્ટ પાઉડર, કાસ્ટિક સોડા, સફેદ કલર અને રિફાઈન્ડ તેલ હોય છે. આ મિલાવટ નહી અટકે તો, આગામી 10 વર્ષમાં દેશના 87 ટકા લોકોએ કેન્સર જેવી ભંયકર બીમારી થઈ શકે છે. નેશનલ સર્વે ઓફ મિલ્ક અડલ્ટ્રેશનના સરવેમાં દૂધના પેકિંગમાં ડિટર્જન્ટ અને અન્ય ઝહેરી વસ્તુઓની માત્રા હોય છે એવું બહાર આવ્યું હતું.
વીસવર્ષથી ચાલતી ફેક્ટરી
આ કંપનીમાં 20 વર્ષથી બ્લીચીંગ ક્લે બને છે. ભુજોડી-લેર ગામે આશાપુરા પર્ફોક્લે લિમિટેડ કંપનીના બ્લીચીંગ ક્લેના ઉત્પાદનની ક્ષમતા 12,000 મેટ્રિક ટન દર મહિને હતી તે વધારીને 16,000 મેટ્રિક ટન વધારવા માટે જાહેર પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ તેમાં પર્વાયરણ લગતી 13 ગંભીર રજૂઆત કરવામાં આવી હતી. જેમા રૂ.26.21 કરોડનું રોકાણ કરવાની હતી. કંપની એવું કહે છે કે, જુનાગઢ યુનિવર્સિટીના રિપોર્ટને આધારે જીપ્સમ ફળદ્રુપ હોવાથી ફર્ટીલાઈઝર કંપનીને અપાય છે. કંપની દ્વારા ઓઈલ વાપરવામાં આવે છે.
પાણીનું પ્રદૂષણ
કંપનીએ રોડ બનાવી આપવાનું વચન આપ્યું હતું જે 4 વર્ષથી પૂરું કર્યું નથી. 8.39 લાખ લિટર પાણી વાપરે છે જેમાં 6.94 લાખ લિટર પ્રદુષિત પાણી નિકળે છે. બાકીના 1.45 લાખ લિટર પાણી ક્યાં જાય છે. કંપની દ્વારા નિકળતા પ્રદૂષિત ઝેરી ઘન કચરો આસપાસની નદી- નાળાઓમાં ઠાલવી દેવાય છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિતીનિયમો તેમજ કાનૂની બાબતોનું પાલન પણ કરવામાં આવતું નથી તેવા આક્ષેપો ખેડૂતોએ કર્યા હતા.
કંપનીએ સંસદ ભવન બનાવી લૂંટ ચલાવી
આશાપુરા ભૂજોડી ગામની પાછળ નકલી સંસદ ભવન અને વંદેમાતરમ પાર્ક બનાવીને લોકો પાસેથી ફી લેવામાં આવી રહી છે. વંદે માતરમ પાર્ક સીએસઆર- કંપનીએ સરકારી નિયમો પ્રમાણે આપવા પડતાં દાન માંથી બનાવવામાં આવ્યો છે. દરેક પ્રવાસી પાસેથી રૂ.100 લેવામાં આવે છે, રોજના 5,000 લોકો આવે છે. આમ 5 લાખ અહીં કમાણી કરે છે. દાનની રકમમાંથી વ્યાપારી પ્રવૃત્તિ થઈ શકે નહીં. કાયદાનો ભંગ કરીને સંસદભવનની ફી લેવામાં આવે છે. આ પ્રશ્નો લોક સુનાવણીમાં ઉઠ્યા હતા. તો આ અંગે કચ્છના કલેક્ટર રેમ્યા મોહને પણ તપાસ કરવા માટેની સૂચના આપી હતી.
એસિડયુક્ત પાણીથી બોર બન્યા ઝેરી
કંપનીનું એસિડયુક્ત પાણી નદી-નાળાઓમાં છોડવામાં આવે છે. જેના આધાર પુરાવા તરીકે ફોટોગ્રાફ્સ અને વિડિયોગ્રાફી રજૂ કરવામાં આવી હતી. આસપાસના ખેડૂતોના બોરમાંથી એસિડયુક્ત પાણી આવે છે. પાણીના નમુના સેમ્પલ પણ લોક સુનાવણીમાં રજૂ કરવામાં આવ્યા હતા. કંપની દ્વારા આ પ્રોજેક્ટ માટે પાણીની જરૂરિયાતને પહોંચી વળવા જમીનમાંથી પાણી ઉલેચવામાં આવી રહ્યું છે.