ટાટા નેનો બાદ ફોર્ડ કંપની પણ બંધ થાય તેવી શક્યતા

દિલીપ પટેલ
વાહનોમાં આવી રહેલાં ફેરફારોના કારણે પુરતું ઉત્પાદન નહીં કરી શકતી સાણંદની ટાટા નેનોનું ઉત્પાદન બંધ કરી દીધા બાદ હવે સાણંદની ફોર્ડ કંપની પણ પોતાનો પ્લાન્ટ બંધ કરી રહી છે. જે હવે માત્ર બેંગલોર પ્લાન્ટ ચાલુ રાખશે. હાલ રોજ 452 કાર ફોર્ડ ફેક્ટરીમાં બની રહ્યાં છે. ઓટોમેટિક પ્લાંટ હવે મહિન્દ્રા કંપનીને ચલાવવા માટે આપવામાં આવે તેવી વાતચીત ચાલી રહી છે. દુનિયામાં ઈલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન વધી રહ્યું હોવાથી ફોર્ડ કંપની અમદાવાદ નજીકનો ફોર્ડનો પ્લાંટ બંધ કરી રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેમ કંપનીના બિનસત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

3 લાખ લોકોનો જીવ બચશે
ભારતમાં પ્રદૂષણના કારણે વર્ષે 12 લાખ લોકોના મોત થાય છે. ગુજરાતમાં 1.50 લાખ લોકોના મોત હવાના પ્રદૂષણના કારણે મોત થાય છે. ગુજરાતમાં દર વર્ષે 3 લાખ અને દેશમાં વર્ષે 27 લાખ નવા વાહનોનું વેચાણ થાય છે. ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ આસમાને હોવા છતાં વાહનોનું વેચાણ વધી રહ્યું છે. તેથી હવે સૂર્ય ઉર્જાથી ચાલતા વાહનો માટે નવી નીતિ ગુજરાતમાં બની છે અને 2030 સુધીમાં સરકાર પેટ્રોલ-ડીઝલના વાહનો નહીવત ખરીદી થાય તેવી નીતિ બનતાં વાહનો નહીં રહે.

ગુજરાતમાં 10થી 13 વર્ષમાં માત્ર ઈલેક્ટ્રિક કાર

ગુજરાતમાં 10થી 13 વર્ષમાં ઈલેક્ટ્રીક કાર જ વેચાશે. ટાટા, મારુતિ, મહિન્દ્રા અને ફોર્ડ કંપનીઓ કાર અને ટુ વ્હીલર માત્ર વીજ બેટરી થી ચાલતા હશે. 2030 સુધીમાં સમગ્ર ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો (ઇવી) પર ક્રમશઃ સ્વીચ 37% ઘટશે. ભારત સહિતના 14 દેશો આગામી બે દાયકામાં પેટ્રોલ અને ડીઝલ કાર વેચવાનું બંધ કરવાનો નિર્ણય લઇ ચૂક્યા છે.

10,000 ઇલેક્ટ્રીક વાહનો

ગુજરાતમાં હાલ 10થી11 હજાર અને ભારતમાં હાલમાં 1થી 1.5 લાખ ઇલેક્ટ્રિક વાહનો છે અને તે આગામી પાંચ વર્ષમાં કુલ વાહનોના લગભગ 5 ટકા જેટલા થવાની ધારણા છે. 2022 સુધીમાં ગુજરાતમાં 7થી 10 લાખ અને દેશમાં 60થી 70 લાખ કાર હાઈબ્રિડ અને ઇલેક્ટ્રીક ફરતી હશે.
ગુજરાતમાં 10,000 કરોડનું પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટશે. સરકારના આરોગ્ય અને હુંડીયામણના રૂ.7 હજાર કરોડ બચશે જે ઈલેક્ટ્રિક વાહનોને સબસિડી આપવા વાપરી શકાય તેમ છે.

ઇ-વાહનો પર 12 ટકા જીઅેસટી અને હાઈબ્રિડ વાહનો પર 28 ટકા જીઅેસટી અને 15 ટકા સેસ લાગે છે. તે જો ગુજરાત સરકાર જતાં કરે તો લોકોમાં ઇલેક્ટ્રીક વાહનો લોકપ્રિય બની શકે છે. પણ અદાણી, એસ્સાર, રિલાયંસ અને સરકારી કંપનીઓ પોતાનો ધંધો જતો કરવા તૈયાર ન હોવાથી ઈકાર અને ઈબાઈક દૂર જતી જાય છે. સરકાર પર દબાણ વધારી રહી છે.

ગુજરાતના 4 શહેરોની થઈ છે પસંદગી
ગુજરાતના શહેરોમાં ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટનો સમાવેશ થાય છે. સ્કીમ હેઠળ આ શહેરોમાં ઇલેક્ટ્રીક કાર અને હાઇબ્રિડ વાહનોની ખરીદી પર જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. સાથે જ દ્વિચક્રી અને કાર પર રૂ. 1800 રૂપિયાથી લઇને રૂ. 1.38 લાખ સુધીની છૂટ પણ આપવામાં આવશે.

સબસિડી
પેટ્રોલ અથવા ડીઝલ કારને સ્ક્રૅપ કરીને ઇલેક્ટ્રિક કાર ખરીદવા પર સરકાર 2.5 લાખ સુધીની સબસિડી આપશે. જ્યારે 1.5 લાખ સુધીનું ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવા પર 30,000 રૂપિયાની સબસિડી અપાશે. 15 લાખ રૂપિયા સુધીની ઇલેક્ટ્રિક કાર ખરીદવા પર 1.5 લાખથી લઈને 2.5 લાખ સુધીની મદદ મળશે.
શહેરના પેટ્રોલ પંપ ઈલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન બની જશે.