ટોયલેટમાં પગ સ્લીપ થતાં દુર્ઘટના સર્જાઈ… યુવકને ગુપ્તભાગે તૂટેલું કમોડ ઘુસી ગયુ

સુરત,તા:24
રાજસ્થાનથી ફ્લિપ કાર્ટ કંપનીનો માલ લઈને પલસાણાના ગોડાઉન ખાતે ટ્રક આવી હતી. સવારે સાડા આઠ વાગ્યા આસપાસ ટ્રકના ક્લિનર સાજીદ ફ્ઝલુખાન(ઉ.વ.આ.૨૫)ના રહે.રૂપબાદ ગામ જિલ્લો અલવર રાજસ્થાનના વતની કુદરતી હાજતે ગયો હતો. નિત્યક્રમ બાદ પેન્ટ પહેરતી વખતે પગ સ્લીપ થયો અને સાજીદ કમોડ પર પટકાયો હતો. કમોડ તૂટી જવા સાથે તેના પૃષ્ઠભાગે ઘુસી જતાં લોહી લુહાણ હાલતમાં રાડા રાડ કરવા લાગ્યો હતો. જેથી ટ્રકમાં બેસેલ ડ્રાઈવર હમીદ સહિતના લોકો દોડી ગયા હતાં. ઈજાગ્રસ્ત સાજીદને એમ્બ્યુલન્સ મારફતે સારવારમ માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતાં. સિવિલમાં તબીબોએ ઈજાગ્રસ્ત સાજીદની સારવાર શરૂ કરી હતી.તબીબોએ જણાવ્યું હતું કે, ઈજા ઉંડે સુધી પહોંચી હોય સર્જરી કરવી પડે તેમ છે અને ટાંકા પણ વધુ આવી શકે છે.

ટ્રક ડ્રાઈવર અને સાજીદના ભાઈ હમીદએ જણાવ્યું હતું કે, સાજીદની રાડારાડથી તેઓ દોડી ગયા હતાં. ટોયલેટનું કમોડ તૂટી ગયેલી હાલતમાં હતું. સાજીદના બે વર્ષ અગાઉ જ લગ્ન થયા છે માતા પિતા અને પત્ની તથા ભાઈ સાથે સાજીદ રૂપબાદ નામના ગામમાં રહે છે. તેઓ રાત્રે જ ડિલિવરી માટે પલસાણા પહોંચી ગયા હતાં. રાજસ્થાન જવા નીકળે તે અગાઉ જ દુર્ઘટના સર્જાઈ હતી.