ટ્રાફિકના નવા નિયમો સામે લોકોમાં ભભૂકતો આક્રોશઃ રાજકોટના રોષે ભરાયેલા લોકો રસ્તા ઉપર ઉતર્યા

રાજકોટ,તા.16 આજથી રાજ્યમાં નવા મોટર વહિકલ એક્ટના અમલ સામે લોકોમાં ભારોભાર રોષ ફાટી નિકળ્યો  છે સામાન્ય નગરિક, ગૃહિણીથી  લઈને વેપારીઓ પણ હેલ્મેટના કડક  કાયદાનો જોરદાર વિરોધ કરી રહ્યાં  છે ,શહેરના કટલાંક વેપારીઓ તો બંધ પાડવાની ચિમકી આપી દીધી છે ત્યારે ટ્રાફિક નિયમોને કારણે ત્રસ્ત લોકો મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતરીને તેના વિરોધમાં દુકાનો  બંધ કરાવવા નીકળ્યાં હતાં. લોકાના હોબાળાના પગલે  શોરૂમોના શટર  સટાસટ પડી ગયાં હતાં.જોકે મામલો થાળે પડતાં દુકાનો ફરી ખુલી ગઇ હતી.