ટ્રાફિકના નિયમોનો અમલ પંદર ઓક્ટોબર સુધી સ્થગિત રખતાં કોંગ્રેસે ફટાકડા ફોડ્યાં

રાજકોટ,તા.19 રાજ્ય સરકારે ટ્રાફિકના નિયમોનો અમલ હાલ પુરતો મોકૂફ રાખીને તેની મુદ્દત વધારવામાં આવી હતી. સરકારના આ નિર્ણય બાદ  રાજકોટમાં કોંગ્રેસે ફટાકડા ફોડી ઉજવણી તની કરી હતી. કોંગ્રેસે દાવો કર્યો હતો કે તેમની માગણીને કારણે જ સરકારને નિયમમાં છુટછાટ આપવાની અને મુદતમાં વધારો કરવાની ફરજ પડી હતી. છે. કોંગ્રેસે  ટ્રાફિકના મુદ્દે ત્રણ દિવસ સુધી ઉગ્ર આંદોલનની જાહેરાત કરતા સરકાર બેકફૂટ પર આવી ગઇ  હતી.. આગામી પેટાચૂંટણીને ધ્યાને રાખીને આંદોલનનો ફાયદો કોંગ્રેસ ન ઉપાડી જાય તે માટે સરકારે તેનો અમલ પંદરમી ઓક્ટોબર સુધી ટાળ્યો હોવાની રાજકિય ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ જિલ્લા પંચાયત ચોક ખાતે ફટાકડાં ફોડીને ઉજવણી કરી હતી. આ સાથે કોંગ્રેસે ત્રણ દિવસ સુધી યોજવામાં આવેલા વિરોધ પ્રદર્શનને પણ મોકુફ રાખવાની જાહેરાત કરી હતી.