ટ્રાફિકના નિયમો નવા પરંતુ મેમો બુક જૂની!!

અમદાવાદ,તા.02

તા. 1 નવેમ્બરથી નવા ટ્રાફિક નિયમનો અમલ થઈ ગયો છે.  ઢેર ઢેર ટ્રાફિક પોલીસ લોકોને નવા નિયમ મુજબ લોકોને દંડ તો ફટકારી રહી છે. પરંતુ ટ્રાફિક પોલીસ પાસે નવી મેમો બુક નથી ટ્રાફિક પોલીસ પોતાના જૂની મેમો બુક સાથે નવા નિયમ મુજબ દંડ ફટકારી રહી હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. ટ્રાફિક પોલીસ પાસે  જૂના ટ્રાફિક નિયમન ભંગ દર્શાવતી બુક છે. નવા નિયમ મુજબ દંડની માહિતી દર્શાવતી બુક જ પોલીસ પાસે નથી. જેથી કેટલાક વાહનચાલકો પણ જુના દંડને લઈ ટ્રાફિક પોલીસ સાથે રકઝક કરે છે એમા ખાસ મહિલાઓ ટ્રાફિક પોલીસને પણ તેમને સમજાવી આ જુના નિયમની બુક છે તેવું કહેવું પડે છે.ટ્રાફિકના નવા નિયમો જાહેર કર્યા ને એક મહિના કરતા વધુ સમય થઈ ગયો પરંતુ પોલિસ જોડે નવી મેમો બુક આવી નથી.

પોલીસને લાચાર થઈ ચાલકોને સમજાવવુ પડે છે

ટ્રાફિક પોલીસ જ્યારે દંડ ફટકારે ત્યારે જે મેમો આપે છે તે જુના નિયમો ની બુક ની પાવતી આપે છે  તે મેમોની પાછળના ભાગે ક્યાં નિયમ ભંગ બદલ તેમને દંડ થયો તે અને કઈ કલમ હેઠળ કેટલો દંડ ફટકાર્યો છે  તેની વિગત સાથે  હોય છે. નવા ટ્રાફિક નિયમ મુજબ હવે હેલ્મેટ ન પહેરવા માટે રૂપિયા  500  નો દંડ છે જે મેમોમાં પણ 500 લખીને આપવામાં આવે છે.  પરંતુ ટ્રાફિક પોલીસ જુના દંડ મુજબની મેમો બુક ની પાવતી  આપી રહી છે. જેના કારણે લોકો હજી પણ પોલીસને 100 રૂ. જ દંડ છે તેમ કહી તેમની સાથે રકઝક માં ઉતરે છે અને કહે છે કે  મેમોમાં તો પાછળ લખેલું છે. ટ્રાફિક પોલીસ પાસે હજી નવી બુક આવી નથી તેથી પોલીસ પણ લાચાર થઈ ને પોલીસ પણ ક્યારેક લોકોને આ બાબતે સમજાવવું પડે છે કે હજી નવી મેમો બુક આવી નથી

ટ્રાફિક ડીસીપીના એડમીન  તેજસ પટેલે  જણાવ્યું હતું કે  નવા દંડ મુજબની મેમોબુક પ્રિન્ટમાં છે. બુકને આવતા હજી 10  થી વધારે દિવસ લાગશે. અત્યારે જૂની મેમોબુકથી મેમો આપવામાં આવે છે. નવી બુક આવ્યા બાદ લોકોને ક્યાં ભંગ બદલ તેમને દંડ ફટકારવામાં આવ્યો તેની માહિતી આપવામાં આવશે