રાજુલા તાલુકાનાં વીકટર ગામે આવેલી કંપની ઘ્વારા પીપાવાવધામ, કથીવદર, ખેરા, ચાંચ, ચેરાઈ સહિતના ગામમાં મઠું ઉત્પાદન કરી સુત્રાપાડા સ્થિત સોડા એશ પ્લાન્ટમાં મીઠું મોકલવામાં આવે છે. કંપની ઘ્વારા ટ્રકો મારફતે મીઠું સુત્રાપાડા પરિવહન કરવામાં આવે છે પરંતુ આ કંપનીના ટ્રકોને આરટીઓના નિયમો લાગુ જ ન પડતાં હોય તેમ ભરેલા ટ્રકોમાં નિયમો મુજબ તાલપત્રી ઉપર બાંધવાની છે જેથી ટ્રકોમાં ભરેલા માલસામાન રોડ પર ન પડે તેમજ વાહનચાલકોઅને રાહદારીઓને કોઈ તકલીફ ન પડે. પરંતુ આ કંપનીના ટ્રકો આરટીઓના નિયમોની ઐસી-તૈસી કરતાં હોય તેવું લાગી રહૃાું છે. ખુલ્લા ટ્રકોમાંથી મીઠું રસ્તા પર પડતા રોડ-રસ્તા પણ ખરાબ થઈ રહૃાા છે તેમજ અકસ્માતોનો ભય તોળાઈ રહૃાો છે. આ અંગે તંત્ર ઘ્વારા ચોકકસ કાર્યવાહી કરવામાં આવે અને તમામ ટ્રકો પર તાલપત્રી ફરજીયાત કરવામાં આવે તેમજ જે ટ્રકો આરટીઓના નિયમોનું ઉલ્લંઘન કરે તેને દંડ ફટકારવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહૃાા છે. આરટીઓના અધિકારીઓ ઘ્વારા આગામી દિવસોમાં આ કંપનીના ટ્રકો સામે કાયદાકીય પગલા લેશે કે પછી આમ જ લોકો પરેશાન થતાં રહેશે તે તો હવે આવનારો સમય જ બતાવશે.