ટ્રાફિક કોન્સ્ટેબલ ધનસુખભાઇ કછોટે, રાજ્યમાં સૌથી વધુ 2.50 કરોડનો દંડ ફટકાર્યો

રાજકોટની ટ્રાફિક સેન્સલેસ પ્રજાને દંડ ફટકારીને ટ્રાફિક કોન્ટેબલ ધનસુખભાઈ કછોટે ગુજરાતમાં એક વિક્રમ સ્થાપિત કર્યો છે. રાજકોટમાં 11 વર્ષમાં રાજ્યમાં સૌથી વધુ રૂ.2.50 કરોડનો દંડ તેમણે લોકો પાસેથી વસૂલ કર્યો છે. તેઓ 2017માં નિવૃત થયા હતા. તેઓ 1979માં પોલીસમાં કોન્સટેબલ તરીકે જોડાયા હતાં. શરૂમાં  પોલીસ સ્ટેશનમાં અને પોલીસના કેમેરામેન તરીકે પણ ફરજ બજાવી હતી. વર્ષ 2006થી તેઓ ટ્રાફિક શાખામાં ફરજમાં જોડાયા હતા. ટ્રાફિકના નિયમો ચૂસ્તપણે રહે તે રીતે પોતાની કામગીરી કરી હતી. ખોટી રીતે વાહન ચલાવનારને કડક રીતે કાયદાનું પાલન કરાવેલું છે. છેલ્લાં વર્ષે 217માં 10,321 લોકોને રૂ.11 લાખનો દંડ કરીને વિક્રમ જનક દંડ વસૂલી લોકોને ટ્રાફિકના કાયદાનું ભાન કરાવ્યું હતું.

ધનસુખભાઇએ દરરોજ સરેરાશ 100 જેટલા વાહનો નો-પાર્કિગ ઝોનમાંથી પકડેલા હતા. દરરોજ સરેરાશ રૂ.10 હજારનો દંડ વસુલેલો છે.

રાજકોટના મેયર રક્ષાબેન બોળિયાનો પુત્ર પ્રશાંત બોળિયા એ પણ એક વખત ધનસુખભાઇ કછોટ સાથે બબાલ કરી હતી. પ્રશાંતના મિત્રોનું બાઈક ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં તેમણે પકડ્યું હતું તેથી તેણે ધમાલ કરી હતી. તેથી ધનસુખભાઈએ તેની સામે ફરજમાં અડચણ ઊભી કરવાની ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું.