
ગાંધીનગર, 15 માર્ચ 2021
ગુજરાત પોલીસને ગૃહ વિભાગે 10 હજાર “Body Worn Camera” રૂપિયા 50 કરોડનું ખર્ચ કરીને આપ્યા છે. એક કેમેરા રૂપિયા 50 હજારમાં પડે છે. કેવા પ્રકારના તે કેમેરા છે તે સરકારે જાહેર કર્યું નથી. પણ ભારતમાં સૌથી વધું રીજોલ્યુશન અને મેમરી ધરાવતાં કેમેરા વધીને રૂ.25 હજારનો એક આવે છે. તેમાં જથ્થાબંધ લેવામાં આવે તો 40 ટકા સસ્તા પડે છે. સારી ક્વોલીટીના કામેરા ઓન લાઈન રૂપિયા 2 હજારથી રૂપિયા 36 હજાર સુધી મળે છે. સરકારને આવો એક કેમેરા રૂપિયા 25 હજારથી વધુ નથી થતો. જેના રૂપિયા 50 હજાર ચૂકવવામાં આવ્યા છે. જેના કારણો ગૃહ વિભાગે જાહેર કરવા જોઈએ એવું નાગરિક વોચ ગૃપના સભ્યો માની રહ્યા છે.
ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપ જાડેજા

કેમેરા આપતી વખતે ગુજરાત સરકારે જાહેર કર્યું હતું કે, ભારતમાં બોડી વોર્ન કેમેરાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય છે. આવું બીજા કોઈ નહીં પણ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપ જાડેજાએ કહ્યું છે. ખરેખર જાડેજા જૂઠું બોલી રહ્યાં છે. ઉત્તર પ્રદેશની પોલીસે 2019માં મોટા પ્રમાણમાં બોડી લાઈન કેમેરા આપવાની જાહેરાત કરી હતી.
.@dgpup द्वारा महिलाओं की सुरक्षा में लगे एंटी रोमियो स्क्वायड एवं यातायात पुलिसकर्मियों हेतु 25000 बॉडी वॉर्न कैमरा, पोस्टमार्टम किट, विवेचको के लिये 05 हज़ार टैबलेट्स एवं CCTNS हेतु 15 हज़ार डेस्कटॉप कंप्यूटर इसी वित्तीय वर्ष में क्रय करने का निर्णय लिया गया है।#UPPolice pic.twitter.com/bWB4d9Dfzt
— UP POLICE (@Uppolice) December 10, 2019
પોલીસતંત્ર સ્માર્ટ અને શાર્પ બનશે. ગંભીર ગુનાઓની તપાસ વધુ અસરકારક રીતે કરી શકશે. ગુજરાતની શાંતિ અને સલામતીમાં આ કેમેરા અસરકારક હથિયાર પુરવાર થશે, એવું જાડેજાએ કહ્યું હતું.
ટ્રાફિક નિયમન, કાયદો અને વ્યવસ્થા, પુરાવા, પારદર્શિતા, VVIP સુરક્ષા માટે ખભા પર, યુનિફોર્મ, હેલમેટ કે અન્ય પહેરવેશ પર ‘બોડી વોર્ન કેમેરા’લડાવીને પુરાવા મેળવી શકાશે. કોર્ટમાં તે રજૂ કરાશે.
બોડી વર્ન કેમેરાના ફાયદા
પોલીસને વધુ સારી પારદર્શિતા અને જવાબદારી તરફ દોરી શકે છે. આમ કાયદાના અમલીકરણની માન્યતામાં સુધારો કરી શકે છે. ગુનાના સ્થળે સમુદાય સાથેની ક્રિયાપ્રતિક્રિયા દરમિયાન કેપ્ચર કરેલ વિડિઓ અથવા રીઅલ-ટાઇમ વિડિઓ કેસને ઉકેલવામાં મદદ કરી શકે છે. નાગરિકો અને પોલીસ અધિકારીઓ વચ્ચે વિશ્વાસ વધી શકે છે.
પોલીસની હાજરીમાં જે બન્યું તે સ્વતંત્ર રીતે ચકાસી શકે છે. રહેવાસીઓ સાથેની વાતચીતના રેકોર્ડિંગથી પોલીસ અધિકારીઓની વર્તણૂક સંબંધિત ફરિયાદો ચકાશી સકાય છે. અધિકારીઓ અને નાગરિકો બંને વધુ નિયંત્રિત થઈ શકે છે. પ્રજા અને પોલીસને જવાબદારી વધે છે.
પુરાવા માટે ઘટના સ્થળે શું થયું તે જાણવામાં ફૂટેજ અત્યંત મૂલ્યવાન છે.
ખોટા આક્ષેપો થાય ત્યારે શારીરિક રીતે પહેરનારા કેમેરા દ્વારા રેકોર્ડ કરેલી વિડિઓઝ નાગરિકો તેમજ પોલીસ અધિકારીઓને ગેરવર્તણણ અથવા ગેરવર્તણૂકનના ખોટા આરોપોથી બચાવવામાં મદદ કરી શકે છે.
ઓડિઓ અને વિડિઓની સારી ગુણવત્તા – સિસ્ટમ હોવી જરૂરી છે. કોઈપણ સંજોગોમાં વિડિઓ કેપ્ચર કરવા તેમજ ક્રિયાપ્રતિક્રિયા કરવા માટે સક્ષમ હોવી જોઈએ. બોડી કેમેરા માટે વાઈડ એંગલ વિડિઓ કેપ્ચર આવશ્યક છે.
બેટરી બેકઅપ – કોઈ અવરોધો વિના લાંબી વિડિઓ બનાવવા માટે 6 થી 8 કલાકનો બેકઅપ હોવો જોઈએ.
રીઅલ-ટાઇમ વિડિઓ – ભૌતિક કેમેરામાં પારદર્શિતા માટે મેઘ સ્ટોરેજ પર રીઅલ-ટાઇમ વિડિઓ સ્થાનાંતરિત કરવાની ક્ષમતા હોવી આવશ્યક છે.
સૌથી આધુનિક મોડેલો H.265 અને MPEG-4 એન્કોડિંગ અથવા કમ્પ્રેશનનો ઉપયોગ કરે છે. એચ H.265 એ વધુ સારું કમ્પ્રેશન સાથેનું નવું ધોરણ છે. જે ખરેખર વિડિઓ ફાઇલ કદને સંકુચિત કરવામાં મદદ કરે છે. કમ્પ્રેશન પદ્ધતિ ઉચ્ચ વિડિઓ ગુણવત્તાને જાળવી રાખે છે.
રાજનું શુટીંગ એકદમ સ્પષ્ટ રીતે કરી શકે એવા કેમેરા હોવા જોઈએ.
રીઝોલ્યુશન સેટિંગ્સ – વિવિધ રીઝોલ્યુશન સેટિંગ્સ 480, 720 અથવા 1080 જેવી ઓછી અથવા ઉચ્ચ વ્યાખ્યામાં રેકોર્ડિંગ થઈ શકે એવા હોવા જોઈએ.
સરળતાથી ચાલું થઈ શકે અને બંધ થઈ શકે એવી જોગવાઈ છે. પણ ખરેખર તો તપાસમાં જતાં દરેક પોલીસને ઘટના સ્થળનું તમામ રેકોર્ડીંગ ફરજિયાત કરવા માટે ગૃહ વિભાગે પરિપત્ર બહાર પાડીને આદેશ આપવાની જરૂર છે. નહીંતર જ્યાં પોલીસ દોષિત હશે તે વિડિયો જ ડિલીટ કરી દેવાશે અથવા એવું શુટીંગ જ નહીં કરે. પણ તપાસનું મીનીટ ટુ મીનીટનું શુટીંગ ન કરનાર પોલીસને ખાતાકીય સજાની જોગવાઈ કરવાની જરૂર છે.
વિશ્વાસમાં અવિશ્વાસ
‘વિશ્વાસ’ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર રાજ્યના જિલ્લા મથકો, ધાર્મિક સ્થળો અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીને 7 હજારથી વધુ કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. તેનું શું પરિણામ આવ્યું છે તે અંગે સરકાર વિગતો જાહેર કરતી નથી.
ગૃહ સચિવ, આટલું કરો
ગૃહ સચિવ નિપુણા તોરવણે, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા, કાયદો વ્યવસ્થા અને પોલીસ મોર્ડનાઈઝેશનના એડિશનલ ડીજીપી નરસિમ્હા કોમર, અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેર જનતા માટે વિગતો કહેવી જરૂરી છે કે પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવેલા સીટીટીવી કેમેરાના ડેટાનું શું પરિણામ આવેલું છે. જે પોલીસ સ્ટેશન કોર્ટના સીસીટીવી કેમેરા લગાવવાના આદેશનું પાલન ન કરતાં હોય તેમની સામે શું પગલાં લેવાયા છે. તે જાહેર કરવું જોઈએ. પ્રજાના પૈસાથી આ કેમેરા લગાવાયા છે અને 80 ટકા પોલીસ સ્ટેશનમાં તે ચલાવવામાં આવતાં નથી. કારણ કે પોલીસના કાળા કરતુતો તેમાં બહાર આવી શકે છે.
મુબંઈ ત્રાસવાદી હુમલા પછી ગુજરાતમાં હસમુખ પટેલના સમયથી આધુનિક પોલીસ માટે રાજ્ય સરકારે જે કંઈ ખર્ચ કરેલા છે તેનું વ્હાઈટ પેપર પ્રજા સમક્ષ રજૂ કરીને અબજો રૂપિયાની ટેકનોલોજી વસાવી છે તેનું ફાયદો શું થયો તે જાહેર કરવું જોઈએ.
પોલીસતંત્રનો આ ડિજિટલાઈઝેશન રાષ્ટ્રીય સ્તરે સરાહના પામ્યો છે. ‘પોકેટ કોપ’ બનાવવા માટે આધુનિક ટેકનોલોજીના ઉપયોગને વ્યાપક બનાવાયો છે.

English






You must be logged in to post a comment.