ગુજરાતની વડગામ બેઠકના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે લોકો સાથે ઘર્ષણ કરતા જોવા મળે છે. આ ફોટોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જિગ્નેશ મેવાણી અને તેના સાથીઓની બેગુસરાયના યુવાનોએ ખૂબ પિટાઈ કરી હતી. આ ફોટોને ટ્વીટર પર મુરારી શરણ શુક્લએ ટ્વીટ કરી હતી.
સમગ્ર દેશમાં ભાજપને ભારે પડી રહેલાં જીજ્ઞેશ મેવાણીની છાપ ખરડાય તે માટે આવો સદંતર ખોટો ફોટો અને ખાટા સમાચાર બનાવીને લોકોને ગેરમાર્ગે દોર્યા હોવા છતાં ફોટો રીલીઝ કરનાર સામે ભાજપની સરકારે કે ટ્વીટરે કોઈ જ પગલાં ભર્યા નથી. આમેય ફેસબુક અને ટ્વીટર આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને મદદ કરી રહ્યું છે. જેનો આ બોલતો પૂવારો છે.
પરંતુ આ ખબરની પુષ્ટિ કરતા માલુમ પડ્યું કે આ વાત ખોટી છે. વાત એવી છે કે, આ પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો છે. ફોટો બેગુસરાયનો નથી અમદાવાદનો છે. આ ટ્વીટને 400થી વધુ લોકોએ રીટ્વિટ પર કરી હતી. અને પોસ્ટ સાથે લખ્યું હતું કે, આ ગુજરાત નથી, બેગુસરાયની ધરતી છે. અહિંયા લોકો વાત નથી કરતા મારે છે.
Murari Sharan Shukla
@murarishukla
बेगूसराय के भूमिहारों की जय हो। कन्हैया के जेएनयू ब्रिगेड को जमकर लत्तम जूता लगाया है वहाँ के भूमिहार युवाओं ने। जिग्नेश मेवानी और कन्हैया समेत डफली बजाने वाले शहरी माओवादियों की पूरी टीम की जमकर धुनाई हुई है आज।
~मुरारी शरण शुक्ल।
પરંતુ આ ફોટો ખોટો છે, ખરેખર આ ફોટો 18 ફેબ્રુઆરી 2018નો છે, જ્યારે જિગ્નેશ મેવાણીની પોલીસે ધરપકડ કરી હતી. મેવાણી સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે આ તસવીર લેવામાં આવી હતી.