અમદાવાદ,તા:૩૧ રાજ્યમાં હવે ધારાસભ્યો પણ સુરક્ષિત રહ્યાં નથી, આજે ખેડા જિલ્લાના ઠાસરાના કોંગ્રેસનાં ધારાસભ્ય કાંતિ પરમાર પર 8 જેટલા શખ્સોએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી દીધો હતો, જેમાં તેઓ ઘાયલ થયા છે, નડિયાદ સેશન્સ કોર્ટના કેમ્પસની બહાર ઠાસરાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ પરમાર જ્યારે તેમના કેટલાક મિત્રો સાથે જઇ રહ્યાં હતા ત્યારે અચાનક હથિયારો સાથે આવેલા 8 જેટલા શખ્સો તેમના કાર પર તૂટી પડ્યાં હતા, જેમાં કાંતિ પરમાર, તેમનો ડ્રાઇવર અને વકીલ ઘાયલ થયા છે, જેમને નડિયાદ ની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે, ઠાસરાની કોઇ 12 વીઘા જમીન વિવાદ મામલે કોંગ્રેસના ધારાસભ્ય પર હુમલો કરાયાનું પોલીસને જાળવા મળ્યું છે, હાલમાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડી લેવા કાર્યવાહી શરૂ કરી છે.