ડાંગના વઘઈમાં ભાજપ અને કોંગ્રેસ એક  

ડાંગનો કલહ – દિલીપ પટેલ

ડાંગના વઘઈ તાલુકા પંચાયતના ભાજપ અને કોંગ્રેસના સભ્યો દારુ પીધેલાં પકડાયા હતા. ભાજપના મંગેશ ચીમન ભોયે તથા કોંગ્રેસના રામજ ભાવજુ ધૂમ તથા એક ડ્રાઈવર કેફી પીણું પીને વાહન ચલાવતાં ભીલાડની ભીડજ પોલીસે પકડ્યા હતા. જેને છોડાવવા માટે ભાજપના એક મંત્રીએ ભારે દબાણ કર્યું હતું. તેઓ નવા વર્ષની જલસાથી ઉજવણી કરીને સેલવાસથી પરત ફરી રહ્યાં હતા ત્યારે પકડાઈ ગયા હતા. બાદમાં કોર્ટે તેમને 5 જાન્યુઆરી 2019એ છોડી મૂક્યા હતા.

વઘઈ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકીને આ બન્ને સભ્યો છૂ થઈ ગયા હતા. ભાજપ અહીં લોકો દ્વારા સ્થાપિત કોંગ્રેસનું શાસન ઉથલાવવા માંગે છે, ભાજપના નેતાઓ સત્તા મેળવવા માંગે છે. તેથી તેમણે આ બન્ને સભ્યોને છોડી મૂકવા માટે ડાંગની પોલીસને ભારે દબાણ કર્યું હતું. પણ પોલીસે ભાજપ સામે નહીં ઝૂકવાનું વલણ અપનાવતાં લોકોમાં પોલીસ માટે ગૌરવ વધી ગયું છે.

શું છે રાજકારણ

વઘઈ તાલુકા પંચાયતમાં સત્તા મેળવવા માટે ભાજપે કોંગ્રેસની સામે અવિશ્વાસની દરખાસ્ત ડિસેમ્બર 2018માં મૂકી છે. તેથી કોંગ્રેસના આ એક સભ્યના મતની તેમને જરૂર હતી. માટે દારુ પીધેલો હોવા છતાં કાયદા વિરુદ્ધ અનૈતિક રીતે દારૂડીયા સભ્યોને છોડાવવા માટે ભાજપના મંત્રીએ દબાણ કર્યું હતું. આખો મામલો ગાંધીનગર અને અમદાવાદની ભાજપ અને કોંગ્રેસ કચેરી સમક્ષ આવ્યો છે.

કોંગ્રેસના ધારાસભ્ય અને ભાજપના પૂર્વ ધારાસભ્ય એક

વઘઈ તાલુકા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ લલિતા ગાંવિતની સામે 26 સપ્ટેમ્બર 2018ના દિવસે અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. કોંગ્રેસના ધારાસભ્ય મંગળ ગાંવિત સહિત ભાજપના પૂર્વ ધારાસભ્ય અને નેતાઓએ સાથે મળીને કોંગ્રેસના પ્રમુખને ઉથલાવવા માટે ષડયંત્ર રચ્યું હતું. જે દરખાસ્ત 26 સપ્ટેમ્બર 2018ના રોજ ઉડી ગઈ હતી. પોતાના પક્ષ સામે વેરની વસુલાત કરવા માટે ધારાસભ્ય મંગળ ગાંવિતે આ ષડયંત્ર રચ્યું હતું. કારણ કે ડાંગ જિલ્લા પંચાયતમાં ભાજપના જિલ્લા પ્રમુખ રમેશ ડોન દ્વારા પોતાની પત્નીને જિલ્લા પ્રમુખ બનાવી દીધા હતા. જેમણે ભાજપના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓને રીતસર ઉલ્લુ બનાવી દીધા હતા. ડાંગ કોંગ્રેસમાં મંગળ ગાંવિત અને જિલ્લા પંચાયત સદસ્ય ચંદર ગાંવિત વચ્ચે પોતાના લોકોને જ સમિતિઓમાં મૂકતાં વિવાદ ભડકી ઊઠ્યો હતો. તેથી પક્ષ સામે વેર વાળવા કોંગ્રેસના ગઢ વઘઈ તાલુકા પંચાયતને તોડી પાકવા નક્કી  કર્યું હતું. તેથી ભાજપના નેતાઓ સાથે મલીને પોતાના જ પ્રમુખને ઉથલાવવા માટે ષડયંત્ર રચ્યું હતું. પણ પ્રમુખે વિશ્વાસનો મત જીતી લીધો હતો. આમ કોંગ્રેસના ધારાસભ્યનો પરાજય થયો હતો.  વઘઈ તાલુકાના કૂલ 16 સભ્યો માંથી કોંગ્રેસના 7 સભ્યો ભગર્ભમાં ઊતરી ગયા હતા. મતદાન થયું ત્યારે તાલુકા પંચાયતના પ્રમુખ લલિતા ગાંવિતની તરફેણમાં 8 સભ્યો રહ્યા હતા. ભાજપના 5 સભ્યો તથા કોંગ્રેસના 2 સભ્યો તટસ્થ રહ્યા હતા. એક સભ્ય 1 ગેરહાજર રહેતા લલિતા ગાંવિત વિશ્વાસનો મત જીતી ગયા હતા.

જીતનું શક્તિ પ્રદર્શન

કોંગ્રેસની આંતરિક લડાઈમાં ભાજપને ફાવતું મળી ગયું હતું. ડાંગ જિલ્લા પંચાયતના માજી ભાજપા પ્રમુખ રમેશ ડોને ભાજપના નેતાઓને બાનમાં લઈને પોતાની પત્નીને જિલ્લા પંચાયતના પ્રમુખ કોંગ્રેસની મદદથી બનાવ્યા હતા. જિલ્લા પંચાયતમાં પોતાના સભ્યોને સત્તા ન મળતાં કોંગ્રેસના ધારાસભ્યએ પક્ષ સામે જ બળવો કર્યો હતો. જેમાં તેમની હાર થઈ હતી. તેથી ડાંગ જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય ચંદર ગાંવિતે તાલુકા પંચાયતનો વિજય મનાવવા માટે 4 હજાર લોકોને એકઠા કરીને ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્ય સામે શક્તિ પ્રદર્શન કર્યું હતું. ત્યારથી ઘર્ષણ ચાલી રહ્યું છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પણ તેમાં કઈ કરી શક્યા નથી. ભાજપને તો અહીં કોંગ્રેસની સત્તા જાય તેમાં વધારે રસ છે.

ફરી અવિશ્વાસની દરખાસ્ત અને દારુની મહેફિલ

ફરી એક વખત ત્રણ મહિનામાં જ 28 ડિસેમ્બર 2018માં વઘઈ તાલુકા પંચંયતના પ્રમુખ લલિતા ગાંવિતની સામે અવિશ્વાસ દરખાસ્ત ભાજપે મૂકી હતી. કૂલ 16 સભ્યોમાંથી કોંગ્રેસના 11માંથી 7 સભ્યો પોતાના પક્ષના પ્રમુખ સામે જ અવિસ્વાસની દરખાસ્ત મુકી હતી. જેમાં કોંગ્રેસના સભ્યો ભૂગર્ભમાં ઊતરી ગયા હતા. કોંગ્રેસના બળવાખોરોને ભાજપના 5 સભ્યોનો ટેકો છે. વળી કોંગ્રેસના ધારાસભ્ય ગાવિતનો પણ ભાજપને ટેકો છે. આજસુધી વઘઈ કોંગ્રેસનો ગઢ રહ્યો છે. જે તોડવા માટે કોંગ્રેસના ધારાસભ્ય ગાવિત પોતે રાજકીય હથોડો લઈને મેદાનમાં ઉતર્યા છે. વઘઈ તાલુકા પંચાયતમાં કુલ 16 સભ્યોમાં ની બનેલી તાલુકા પંચાયતમાં 11 સભ્યો કોંગ્રેસ તરફ ચૂંટાઈ આવ્યા છે. અલગ તાલુકો બન્યા બાદ સતત બીજી વખત કોંગ્રેસે બહુમતી મેળવી હતી. કોંગ્રેસના બે નેતાઓની લડાઈના કારણે ફરી એક વખત દરખાસ્ત કરવામાં આવી છે.

બન્ને પક્ષ ભૂગર્ભમાં

કોંગ્રેસ 9 અને ભાજપના 5 સભ્યો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. જેમાં દારૂની મહેફિલ માણીને આવી રહેલાં બે સભ્યો પકડાઈ જતાં ભાજપને સત્તા મળશે કે કેમ તે નક્કી થઈ શકતું ન હતું. વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકીને ભાજપ અને કોંગ્રેસના સભ્યો ભૂગર્ભમાં ઊતરી ગયા હતા. કેટલાંક સેલવાસ જઈને શરાબ અને સુંદરીઓની સંગાથ માણી હતી. હવે ભાજપ અનૈતિક રીતે સત્તા મેળવવા મેદાને છે. ચૂંટણી થયા પછી એક વર્ષ સુધી અવિશ્વાસની દરખાસ્ત લાવીને ફરીથી ચૂંટણી થઈ શકતી ન હોવાનો ગુજરાતની વડી અદાલતનો આદેશ છે થતાં 3 મહિનામાં જ અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી છે.

લોકસભા પણ કોંગ્રેસ ગુમાવશે

કોંગ્રેસના ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના સભ્ય વચ્ચે ચાલી રહેલાં ગૃહ યુદ્ધમાં કોંગ્રેસ ડાગની લોકસભાની બેઠક ગુમાવે એવી શક્યતા ઊભી થઈ છે. થતાં અહીં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા કે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી પોતાના ધારાસભ્યની સામે કોઈ પગલાં ભરી શકતા નથી.

અગાઉ ગાળો અને મારો થયું હતું

વઘઈ તાલુકા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષની નિયુક્તિ સમયે 9 ઓગસ્ટ 2018માં કોંગ્રેસના સભ્યો બાખડયા હતા. કોંગ્રેસના ઝહીદા અને તુંબડા બન્ને હોદ્દો મેળવવા તલપાપડ હતી. જેમાં ધાંધલ ધમાલ અને મારામારી થઈ હતી. લોકર પકડી લીધો હતો અને ગાળો બોલી હતી. કોંગ્રેસના ધારાસભ્ય મંગળ ગાવિત સામે આ સમયે ભારે વિરોધ થયો હતો. અહીંથી જ કોંગ્રેસ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. જેનું યુદ્ધ હજુ ચાલુ છે. જો આમ રહેશે તો કોંગ્રેસ માટે સારા દિવસો નથી.

જ્યાં રામ આવ્યા હતા

રામયણના સમયમાં ડાંગને દકા૨ણ્ય અથવા દંડક ગણાતું હતું. અહીં દંડકારણ્યમાં ભગવાન રામ આવ્યા હતા.  આદિવાસી પ્રજા આજે પણ સામે મળે ત્યારે રામ-રામ બોલે છે. રામના નામે મત લેનારાઓ ગંદું રાજકારણ ખેલી રહ્યાં છે. ડાંગ જિલ્લામાં પાંચ રાજાઓ અને નવ નાયકો છે. ડાંગનો એક જ તાલુકો આહવા હતો પણ 10 ઓક્ટોબર 2015થી વઘઈ તાલુકો નવો બનાવાયો હતો. અહીં કુદરતી સૌંદર્ય વચ્ચે વસતી 75 હજારની વસતીમાં સહયાદ્રિ પર્વતોની હારમાળાથી 150 વર્ષ જૂની બાપુ ટ્રેન નિકળે છે. ગીરા ધોધ અને બોટનીકલ બગીચો જોવા માટે લોકો આવે છે. આટલા સુંદર સ્થળે ગંદુ રાજકારણ રમાઈ રહ્યું છે.