ડાયરામાં રૂપાણીના પ્રધાને રૂપિયાનો વરસાદ કરતા વિવાદ

છેલ્લાં કેટલાંક સમયથી રાજ્યમાં યોજાતા ડાયરામાં રૂપિયાનો વરસાદ થઈ રહ્યો છે. આ રૂપિયાનાં વરસાદનાં કારણે અનેક સવાલો પણ ઉઠવા પામ્યા છે. રાજકોટ યોજાયેલા એક ડાયરામાં રૂપિયાનાં વરસાદ કરવામાં રાજ્યનાં મંત્રી જયેશ રાદડિયાએ પૈસા ફેંક્યા હતા. તેથી તેમની ચારે બાજુ ટીકા થઈ રહ્યાં છે. તે ભારતના લોકોના સ્વમાનનું ચલણ છે કોઈ મોત મસ્તીનું પ્મારદર્ટેશન કરવા માટે રૂપિયાની નોટ નથી. ગંભીર બાબત એ છે કે એક બેંક આ કાર્યક્રમની સ્પોન્સર છે.
રાજકોટના ધોરાજીમાં ભક્ત તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ મંડળ અને રાજકોટ ડીસ્ટ્રીકટ કોઓપરેટીવ બેંક લિ. રાજકોટના સૌજન્યથી ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કસુંબલ લોક ડાયરામાં ગાયક ગીતા રબારીમાં ઉપર રૂપિયાનો વરસાદ થયો હતો. ગીતા રબારીએ ‘ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે.. ગીત ગાતા લોકોએ તાનમાં આવી જઈને રૂપિયાનો વરસાદ કર્યો હતો. આ પ્રસંગે હાજર રહેલ કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાએ પણ ઉભા થઈને ગીતા રબારી પર રૂપિયાનો વરસાદ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા દ્વારા ડાયરામાં ખુલ્લેઆમ રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હોવાનાં સમાચાર આવ્યા હતા ત્યારે ફરી એકવાર તેમનાં દ્વારા રૂપિયાનો વરસાદ કરાતાં લોકોમાં સવાલ ઉઠ્યો છે કે, કેબિનેટ મંત્રી દ્વારા જે રીતે રૂપિયા ઉછાળવામાં આવે છે તે કેટલું યોગ્ય છે.