ડાયરેકટર ઓફ પ્રોસીક્યુશનને ગૃહ વિભાગના નિયંત્રણ હેઠળ મુકાયો

ગુજરાત રાજ્યમાં ડાયરેકટર ઓફ પ્રોસીકયુશનની સંપુર્ણ કચેરીની રચના કરવામાં આવશે. આ માટે રાજય સરકારે કમિટીની રચના કરી હતી. કમિટીએ આ માટેનો અહેવાલ રાજય સરકારને સુપ્રત કર્યો છે જેના અભ્યાસ કર્યા બાદ કાર્યવાહી હાથ ધરાશે.

ડાયરેકટર ઓફ પ્રોસીકયુશનની કચેરીની રચના કરવા માટે ગૃહ વિભાગના ઠરાવથી આ કચેરી ગૃહ વિભાગ હસ્તક રાખવા નક્કી કરાયું હતું. ત્યારબાદ ગૃહ વિભાગ દ્વારા આ કચેરીના કાર્યો અને ફરજોની સોંપણી વચગાળાની કામગીરી સોપવામાં આવી હતી. જે મુજબ આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીક્યુટરની કેડરને ગૃહ વિભાગ હસ્તક મુકવા અને ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુટરના ડાયરેક્ટર તરીકે આઇ.પી.એસ. કે આઇ.એ.એસ. અધિકારીને નિયુક્ત કરવા ઠરાવાયું હતું.

આ ઠરાવની વિરૂધ્ધમાં આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીક્યુટર્સ એસોસીએશન દ્વારા ગુજરાત વડી અદાલતમાં રીટ કરવામાં આવી હતી. જેમાં ડાયરેકટર તરીકે આઇ.પી.એસ. કે આઇ.એ.એસ.ને ન મુકવા દાદ મગાઇ હતી. ગૃહ વિભાગ દ્વારા ડાયરેકટર ઓફ પ્રોસીક્યુશનને કાયદા વિભાગ હસ્તક મુકવામાં આવેલો. અને ડાયરેકટર ઓફ પ્રોસીક્યુશનના ડાયરેકટર તરીકે નિવૃત્ત જિલ્લા ન્યાયધિશ કક્ષાના અધિકારીની નિમણૂંક કરવાનું ઠરાવાયું હતું.

ભારત સરકાર દ્વારા ક્રિમીનલ પ્રોસીઝર કોડમાં સુધારો કરી ડાયરેકટર ઓફ પ્રોસીક્યુશનને ગૃહ વિભાગના નિયંત્રણ હેઠળ મુકવાનું નક્કી કરાતા ગુજરાત સરકારે પણ કાયદા વિભાગ, ગૃહ વિભાગ અને સામાન્ય વહિવટ વિભાગ સાથે ચર્ચા વિચારણા કરીને ડાયરેકટર ઓફ પ્રોસીક્યુશનનું માળખું નવેસરથી કાર્યરત કરવા માટે અભ્યાસની જરૂર હોઇ, જે રાજ્યોમાં આ કચેરીઓ હાલ અસ્તિત્વમાં છે તેનો અભ્યાસ કરીને અભ્યાસના આધારે રાજ્યમાં આ કચેરી કાર્યરત કરવાનું નક્કી કરાયું હતું. આ માટે કાયદા અને ગૃહ વિભાગની અધિકારીઓની ટીમ દ્વારા તમિલનાડુંની મુલાકાત લઇને ડાયરેકટર ઓફ પ્રોસીક્યુશનનું માળખું, તેના કાર્યો, ફરજો, ભરતી તથા પરીક્ષાના નિયમો, પગાર ધોરણ સેવા સહિતની અન્ય કામગીરી બાબતે અભ્યાસ કરવામાં આવ્યો હતો. અને આ માટે કાયદા અને ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓની એક કમિટીની રચના પણ કરી દેવામાં આવી હતી. આ કમિટીએ તાજેતરમાં તેનો અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કર્યો હતો. એ અહેવાલના તારણોનો રાજ્ય સરકાર દ્વારા અભ્યાસ કરીને આગામી સમયમાં ડાયરેકટર ઓફ પ્રોસીક્યુશનની કચેરી કાર્યરત કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય કર્યો હતો.

રાજ્યમાં આસી. પબ્લીક પ્રોસીક્યુટરની ૩૭૪ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે તાજેતરમાં જ નામ. સુપ્રિમ કોર્ટ દ્વારા લીલી ઝંડી આપવામાં આવેલી છે. અને ટુંક સમયમાં જ રાજ્યમાં ૩૭૪ આસી. પબ્લીક પ્રોસીક્યુટર પ્રાપ્ત થતા ડાયરેકટર ઓફ પ્રોસીક્યુશનનું માળખું મજબુત થશે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે રાજ્યના મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પણ નાગરિકોને સસ્તો, સરળ અને ઘરઆંગણે ન્યાય મળે તે માટે ખાસ ધ્યાન કેન્દ્રીત કરીને કાયદા વિભાગને ક્યારે ન ફાળવ્યું હોય તેટલું બજેટ ફાળવ્યું છે. રાજ્યમાં કાયદાને લગતા પ્રશ્નો તેમજ લીટીગેશનમાં થઇ રહેલ વધારાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે રાજ્યમાં કોર્ટો સહિતના માળખાગત સવલતોનો પણ વ્યાપ વધાર્યા છે. ત્યારે રાજ્યમાં કાયદો વ્યવસ્થા વધુ સુઘડ બને તે માટે પ્રવર્તમાન સરકારની દ્રઢ ઇચ્છા શક્તિ છે કે ટુંક સમયમાં ડાયરેકટર ઓફ પ્રોસીક્યુશનની કચેરી કાર્યરત કરવામાં આવશે.