નવસારી હરીઓમ રીસર્ચ એન્ડ હીલીંગ ચેરીટેબલ ફાઉન્ડેશન અને આઇડીએચટી રીસર્ચ સેન્ટર નવસારી દ્વારા તા.૧૪/૩/૧૮ ના રોજ ગોપાળજી મંદિર સામે, ગોલવાડ ગેટ પાસે, નવસારી ખાતે સવારે ૮ થી ૧૦ બહેનો માટે તથા ૧૧ થી ૧ વાગ્યા દરમિયાન ભાઇઓ માટે મધુપ્રમેહ (ડાયાબીટીશ) થી પીડાતા દર્દીઓ માટે સંગીત ચિકિત્સા અને આહાર નિયમન દ્વારા રોગ પર કાબુ મેળવવા નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન વિનામુલ્યે આપવામાં આવશે. વિનામુલ્યે શિબિરનો લાભ લેવા ટ્રસ્ટના પ્રમુખ ડી.એચ.પરીખ દ્વારા વિનંતી કરવામાં આવી છે. વધુ માહિતી મો.નં.૯૪૨૮૦૬૪૭, ૮૪૦૧૧૬૪૭૪૧ પર સંપર્ક કરવા જણાવાયું છે.