ડિગ્રી આર્કીટેકમાં ૭૦ વિદ્યાર્થીઓ ગેરલાયક ઠરાવાયા

ડિગ્રી આર્કીટેકમાં પ્રવેશ માટેનુ પ્રોવિઝનલ મેરિટલીસ્ટ જાહેર કરી દેવાયુ છે. આ મેરિટલીસ્ટમાં ૧૨૪૨ વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો છે. ૭૦ વિદ્યાર્થીઓ જુદા જુદા કારણોસર ગેરલાયક ઠરતાં મેરિટમાં સમાવેશ કરાયો નથી. હવે મોકરાઉન્ડ માટેની ચોઇસ ફિલિંગની પ્રક્રિયા તા.૫મીથી લઇને તા.૭મી સુધી શરૂ કરવામાં આવશે.

મોક રાઉન્ડનુ પરિણામ આગામી તા. ૯મીએ જાહેર કરવામાં આવશે. હાલમાં રાજયમાં ૩૨ જેટલી આર્કીટેકની કોલેજ અસ્તિત્વમાં છે. મહત્વની વાત એ છએ કે મેરિટમા ૧૧૭૨ વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો છે.

જયારે પ્રવેશ સમિતિએ જે ૭૦ વિદ્યાર્થીઓને મેરિટમાં સમાવ્યા નથી તેમને પણ ગણી લેવામા આવ્યા છે. વાસ્તવિક સ્થિતિ એ છે કે હાલમાં ૧૧૭૨ વિદ્યાર્થીઓની સામે પ્રવેશ સમિતિએ ભરવાની થાય તેવી બેઠકો ૧૬૬૧ જેટલી થાય છે.

એટલે કે જેટલાએ અરજી કરી છે તે તમામને પ્રવેશ આપી દેવામા આવે તો પણ ૮૦૦ જેટલી બેઠકો ખાલી પડે તેમ છે. જે વિદ્યાર્થીઓને મેરિટમાં સમાવેશ કરાયો છે તેમાં ગુજરાત બોર્ડના ૮૨૫ વિદ્યાર્થીઓ, અન્ય બોર્ડના ૧૮૨, અને અન્ય રાજયોના ૧૬૫ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.