ડિસામાં 2 રૂપિયે કિલો બટાકા વેચાતાં ખોટની ખેતી કરતાં ખેડૂતો

બટાટા નગરી ડીસા માર્કેટમા બટાટાનાં ભાવમા 50 ટકાનૉ ઘટાડો થતા ખેડુતોની હાલત કફોડી બની છે. છૂટક ભાવમાં ઘટાડો નથી.  ખેડૂતનો માલ મફતનાં ભાવે વેચાઈ રહ્યો છે.  જેથી ખેડુતો સરકાર પાસે ફરી એકવાર સહાય માટે લાંબો હાથ કર્યો છે. બટાટા પકવતા ખેડુતોની હાલત શુ છે તેનાં પર ક્યારેય નરેન્દ્ર મોદી સહિત ભાજપના એક પણ નેાતઓએ ધ્યાન નથી આપ્યું. છેલ્લાં ચાર વર્ષથી બટાટામા મહામંદી છે. સારા ભાવની આશાએ ખેડુતો દેવાદાર બની ગયા છે.  બટાટા માર્કેટમા વેપારીઓ હરાજીથી ખરીદી કરે છે પણ માંગ ઘટતા વેપારીઓ નીચી બોલી લગાવે છે. 20 કિલો 40 થી 80 રૂપિયામા વેચાણ થાય છે. ખેડૂતનું ખર્ચ પણ તેમાંથી નિકળતું નથી.

બનાસકાંઠામાં આ વર્ષે બટાટાનું વાવેતર ઘટતા કોલ્ડ સ્ટોરેજ પણ ખાલી રહ્યાં છે. સારા બટાટા ન આવવાનાં કારણે ભાવ મળતાં નથી તેવું વેપારીઓ માની રહ્યાં છે. બટાટા હાલ 2 થી 3 રૂપિયે કિલો વેચાય છે. છૂટ બજારમાં કિલોએ રુ 20 થી 25 ભાવ છે. ગુજરાત સરકાર ખેડુતો માટે ટેકાનાં ભાવ એ ખરીદી સરૂ કરે તેવી માંગ ખેડુતોની ઉઠી છે.

એક તબક્કે રોડ પર બટાટા ફેંકીને ખેડૂતોએ આંદોલન કરવા પડ્યા હતા. સરકારે બટાટાના ભાવમાં સબસીડી જાહેર કરી હતી.  2017માં 4 કરોડ બટાટાના કટ્ટાનું ઉત્પાદન થયું હતું. બધા જ શિતાગાર ભરાી ગયા હતા. ભાવ રુ.60થી 65 સુધી નીચા ગયા હતા અને રસ્તા પર બટાકા ફેંકી દેવા પડ્યા હતા.  ૬૦ થી ૬૫ ના તળિયે ગયા હતા. 2018માં એક કરોડ બટાટાના કટ્ટાના ઉત્પાદન ઘટયું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. 201 કોલ્ડ સ્ટોરેજ આવેલા છે, તે 60 ટકા જેટલા જ ભરાયા હોવાનું જાણવાં મળ્યું છે.