અમદાવાદ,તા:14
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમા બેતરફી વધઘટે તેજી થઈ હતી. ભારે ઉતારચઢાવને અંતે શેરોમાં તેજી થઈ હતી. પ્રારંભમાં શેરોમાં વેચવાલી થયા પછી નીચા મથાળેથી નવી લેવાલી થતાં શેરોમાં તેજી થઈ હતી. જોકે ઊંચા મથાળે નફારૂપી વેચવાલી થતામાં સેન્સેક્સ અને નિફ્ટી દબાયા હતા. આમ સેન્સેક્સ 87 પોઇન્ટ વધીને 38,214.47ના મથાળે બંધ રહ્યો હતો. નિફ્ટી ઇન્ડેક્સ 36.20 પોઇન્ટ વધી 11341.20ના મથાળે બંધ રહ્યો હતો.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં દેશમાં થાપણ વૃદ્ધિ કરતાં ધિરાણ વૃદ્ધિનો દર નબળો રહ્યો છે, જેથી બેન્કો ધિરાણ આપવાનું જોખમ લેવાનું ટાળતી હોવાનું દેખાય છે અથવા લોકો મંદીને કારણે ઓછું જોખમ લેતા હોવાનું જણાય છે. જોકે એની સામે સરકાર ઓક્ટોબરમાં લોન મેળો યોજ્યો હતો, જેમાં પ્રોત્સાહક પ્રતિસાદ રહ્યો હોવાનું નાણાપ્રધાને જણાવ્યું હતું. જોકે નીચો ધિરાણદર અને ઔદ્યોગિક ઉત્પાદન આંક નકારાત્મક આવતાં અર્થતંત્રમાં મંદી હોવાનું જણાય છે.
મુંબઈ શેરબજારમાં બપોર બાદના સેશનમાં ભારે લેવાલી જોવા મળી હતી. જેથી સેન્સેક્સ 447 પોઇન્ટ ઊછળ્યો હતો. અને નિફ્ટી ઇન્ડેક્સ 130 પોઇન્ટ વધ્યો હતો. જોકે ઊંચા મથાળે શેરોમાં નફારૂપી વેચવાલી જોવા મળી હતી. જેથી સેન્સેક્સનો વધારો સીમિત રહ્યો હતો. ઓટો, ફાર્મા, તેલ-ગેસ, એફએમસીજી, મિડિયા, મેટલ, બેન્ક અને રિયલ્ટી શેરોમાં તેજી થઈ હતી. પસંદગીના મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજી થઈ હતી. જોકે આઇટી શેરોમાં અને સરકારી બેન્ક શેરોમાં પ્રોફિટ બુકિંગ હતું. એનએસઈ ખાતે 18,036 લાખ શેરોનું વોલ્યુમ રહ્યું હતું. જેમાં 33,825.75 કરોડનાં કામકાજ થયાં હતાં. જોકે એનએસઈ ખાતે 11 ઓક્ટોબરે એફઆઇઆઇએ શેરોમાં રૂ. 749.74 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાઓએ 703 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી.
મુંબઈ શેરબજારના સેન્સેક્સમાં સમાવિષ્ટ 30માંથી 25 શેરોમાં તેજી થઈ હતી અને એનએસઈના નિફ્ટી 50 ઇન્ડેક્સમાં 50માંથી 39 શેરોમાં તેજી થઈ હતી. મુંબઈ શેરબજારમાં 1308 શેરો વધીને બંધ રહ્યા હતા, જ્યારે 1366 શેરો ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર 1052 શેરો વધીને બંધ રહ્યા હતા, જ્યારે 1120 શેરો ઘટીને બંધ રહ્યા હતા. જ્યારે બેન્ક નિફ્ટીના 12એ આઠ શેરો વધીને સાથે બંધ થયા હતા.
આઇઆરસીટીસીનું ધમાકેદાર લિસ્ટિંગ
આઇઆરસીટીસીનું આજે 101 ટકાએ પ્રમિયમ લિસ્ટિંગ થયું હતું. આ પહેલાં 10 આઇપીઓનું લિસ્ટિંગ જબરદસ્ત થયું હતું. કંપનીના શેરોનું મુંબઈ શેરબજાર પર રૂ. 644માં લિસ્ટિંગ થયું હતું. કંપનીનીઇશ્યુ પ્રાઇસ રૂ. 320 હતી. જેથી મૂળ કિંમત કરતાં 101.25 ટકાના પ્રીમિયમે લિસ્ટિંગ થયું હતું. સેશનના અંતે 127.69 ટકા વધીને રૂ. 728.60ના ભાવે બંધ આવ્યો હતો.
બેન્કોએ નવ દિવસમાં 81,7000 કરોડની લોન આપી
બેન્કોએ નવ દિવસના લોન મેળામાં રૂ. 81,700 કરોડની લોન વહેંચી હતી. એક ઓક્ટોબરથી નવ ઓક્ટોબર દરમ્યાન બેન્કો દ્વારા લોન મેળો યોજવામાં આવ્યો હતો. આ લોન મેળામાં સરકારી અને ખાનગી બેન્કો સામેલ થઈ હતી. નાણાપ્રધાન નિર્મલા સીતારામને આ માહિતી આપી હતી. આ પહેલાં તેમણે સરકારી બેન્કના વડાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં અર્થતંત્રને વેગ આપવાની યોજના સાથે એનબીએફસી અને એમએસએમઈને પર્યાપ્ત ફંડ આપવા વાટાઘાટ યોજી હતી.
નાણાપ્રદાને તહેવારોની સીઝનમાં માગ વધારવા અને વધુ ને વધુ લોન આપવાના ઉદ્દેશ સાથે સરકારી અને ખાનગી બેન્કોને લોન મેળો યોજવા નિર્દેશ આપ્યો હતો. આ લોન મેળા અંતર્ગત કુલ રૂ. 81,700 કરોડ આપ્યા હતા. જેમાં આશરે 34,342 કરોડની નવી લોનો હતી.
ડીએચએફએલ રૂ. 35,000 કરોડની લોનબુક વેચશે, શેર પાંચ ટકા ઊછળ્યો
દીવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન (ડીએચએફએલ)એ તેની રૂ. 35,000 કરોડની હોલસેલ બૂક વેચવા ઓકટ્રી કેપિટલ સાથે કરાર કર્યા છે. આ કરાર ફેબ્રુઆરીમાં પૂરા થનારા છ મહિના સુધી અમલમાં રહેશે. આ ઉપરાંત દેવાંને 51 ટકા ઇક્વિટીમાં રૂપાંતરિત કરવાનો સમાવેશ થાય છે. તેમાં પ્રમોટર વાધવાનનો હિસ્સો હાલના 40 ટકાથી ઘટીને 20 ટકા થઈ જશે. આ સમાચારે ડીએચએફએલ ર4.96 ટકા વધીને રૂ. 22.20ના મથાળે બંધ રહ્યો હતો.
ઓગસ્ટમાં ઔૈદ્યોગિક ઉત્પાદન ઘટીને (-) 1.1 : સાત વર્ષના તળિયે
કેપિટલ ગુડ્ઝ અને ક્ન્ઝયુમર ડયુરેબલ સેક્ટરના નબળા દેખાવને પગલે ઓગસ્ટમાં ઔદ્યોગિક ઉત્પાદન ઘટીને માઇનસ ૧.૧ ટકા થઇ ગયો છે. જે છેલ્લા સાત વર્ષનો સૌથી નબળા આંકડા છે. ઔદ્યોગિક ઉત્પાદનના મોરચે સરકારને મોટો આંચકો લાગ્યો છે. જુલાઇની સરખામણીમાં ઓગસ્ટમાં ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડ્કશન (આઇઆઇપી) આાધારિત ઔદ્યોગિક ઉત્પાદન ૪.૩ ટકા ઘટીને (-) ૧.૧૦ ટકા થઇ ગયો છે. ઓગસ્ટ, ૨૦૧૮માં ઔદ્યોગિક ઉત્પાદન ૪.૭ ટકા હતું. જ્યારે જુલાઇ, ૨૦૧૯માં ૪.૩ ટકા હતું. છેલ્લાં બે વર્ષમાં પ્રથમ વખત ઔદ્યોગિક ઉત્પાદન માઇનસમાં જોવા મળ્યું છે. આ અગાઉ નવેમ્બર, ૨૦૧૨માં આઇઆઇપી આાધારિત ઔદ્યોગિક ઉત્પાદન માઇનસ ૧.૭ ટકા રહ્યું હતું. નેશનલ સ્ટેટિસ્કલ ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર આઇઆઇપીમાં ૭૭ ટકા ભારાંક ધરાવતા મેન્યુફેકચરિંગ સેક્ટરમાં ૧.૨ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, જે પાંચ વર્ષની નીચલી સપાટી છે. આ અગાઉ ઓક્ટોબર, ૨૦૧૪માં મેન્યુફેકચરિંગ સેક્ટરનું ઔદ્યોગિક ઉત્પાદન માઇનસ ૧.૮ ટકા હતું.
પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ધિરાણવૃદ્ધિ દર ઘટીને 10ની ટકાની નીચે
ચાલુ નાણાં વર્ષના પ્રથમ ૬ મહિનામાં દેશમાં થાપણ વૃદ્ધિ કરતાં ધિરાણ વૃદ્ધિનો દર નબળો રહ્યો છે, જે એનપીએના દબાણ હેઠળની બેન્કો ધિરાણ જોખમ લેવાનું ટાળતી હોવાનું સૂચવે છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ પ્રમાણે વર્તમાન નાણાકીય વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન શિડયૂલ્ડ બેન્કોની ધિરાણ વૃદ્ધિ મંદ પડીને વાર્ષિક ધોરણે ૮.૭૪ ટકા રહી હતી. ગયા નાણાં વર્ષના પ્રથમ ૬ મહિનામાં બેન્ક ધિરાણ વૃદ્ધિનો આંક ૧૨.૩૮ ટકા રહ્યો હતો. નાણાકીય વર્ષ ૨૦૧૫થી ૨૦૧૯ના ગાળામાં એમએસએમઈ ક્ષેત્રને બેન્કોનું ધિરાણ લગભગ સ્થિર રહ્યું હતું,