ડીસાના શ્યામ બંગલોઝમાં આવેલા બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી તિજોરીમાં પડેલા રૂપિયા તથા સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ ડીસાના શ્યામ બંગલોઝમાં રહેતા ઉષાબેન માળી પોતાના માતા પિતાની ખબર અંતર પૂછવા ઘર બંધ કરીને દીયોદર તાલુકાના વખા ગામે ગયા હતા અને પતિ સુંધા માતા દર્શન કરવા ગયા હતા ત્યારે બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી ઘરનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાં પડેલી રોકડ રકમ રૂ.૨૭,૦૦૦ તથા સોનાની પેડલ તથા ડોકિયું રૂ ૫૨,૯૭૦ એમ કુલ રૂ ૭૯,૯૭૦ ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી