ડીસામાં નદીના પટમાં બાળકને નિર્વસ્ત્ર કરી સોટીથી મારમાર્યો, વીડિયો વાઇરલ થતાં પંથકમાં ચકચાર

ડીસા,તા:01 ડીસા ખાતે એક બાળકને નદીના પટમાં લઇ જઈ તેને નગ્ન કરી સોટીનો માર મારી તેની સાથે અભદ્ર વર્તન કર્યાનો વીડિયો વાઇરલ થતા ચકચાર મચી હતી.બનાવના પગલે તત્કાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ડીસામાં થોડા દિવસ અગાઉ કોલેજ પાસે કેટલાક અસામાજીક તત્વોએ વેમ્પનો મેકઅપ કરી છોકરીઓને ડરાવતો વીડિયો વાઇરલ કરતા અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.ત્યારે ડીસામાં વધુ એક ચોંકાવનારો વીડિયો વાઇરલ થયો હતો.

ડીસાના મોચીવાસ વિસ્તારમાં રહેતા એક છોકરાને કેટલાક શખ્સો નદીના પટમાં લઈ જઈ તેને નગ્ન કરી સોટી વડે માર મારી તેની સાથે અભદ્ર વર્તન કરતો વીડિયો વાઇરલ થતા ચકચાર મચી હતી જેને લઈ શહેરીજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.બનાવના પગલે પોલીસે તત્કાલિક તપાસના ચક્રોગતિમાન કરી કેટલાક શકમંદોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.