04/01/2019 પાંચ દિવસ સુધી યોગગુરુ શૈલેષજી રાઠોડ દ્વારા યોગ, ધ્યાન પ્રાણાયામના પાઠ શીખવશે. સારા સ્વાસ્થ થકી સુંદર વિશ્વનું નિર્માણ : યોગ ગુરુ શૈલેષજી રાઠોડ
ડીસા ખાતે આવેલ સ્પોર્ટસ કલબના વિશાળ પ્રાંગણમાં આર્ટ ઓફ લિવિંગ પરિવાર ડીસા દ્વારા યોગ મહોત્સવનું પાંચ દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે ઈન્ટરનેશનલ યોગ ટ્રેનર માનનીય ગુરુજી શૈલેષજી રાઠોડે યોગ, ધ્યા અને પ્રાણાયામનાં પાઠ શીખવ્યા હતા. આ યોગ મહોત્સવમાં બનાસકાંઠા જિલ્લામાથી ૧૫૦૦ યોગ સાધકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.