ડીસામાં સગીરને નગ્ન કરી સોટીથી મારમારી હેવાનિયત દર્શાવતો વીડિયો ઉતારનારા પાંચ

ડીસા, તા.૦૨

ડીસાના મારવાડી મોચીવાસ વિસ્તારમાં રહેતા સગીરને નદીના પટમાં લઈ જઈ નગ્ન કરી મારમારી અપશબ્દો બોલી ધમકી આપી તેનો વીડિયો બનાવી વાઇરલ કર્યા મામલે 5 શખ્સો વિરુદ્ધ ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે 4 શખ્સોની અટકાયત કરી છે.

ડીસામાં છેલ્લા દોઢ માસમાં સોસિયલ મીડિયામા બેથી વધુ વાઇરલ થયેલા વિડીયોએ ચકચાર મચાવી છે. વેમ્પનો મેકઅપ કરી કોલેજીયન છોકરીઓને ડરાવતા તેમજ એક ગામમાં અજગરને જીવતો સળગાવતા બન્ને મામલે ફરિયાદ નોંધાઈ છે, ત્યારે એક બાળકને નગ્ન કરી અપશબ્દો બોલી મારમારી ઉઠક બેઠક કરાવી પજવણી કરતો વીડિયો વાઇરલ થતા ખળભળાટ મચ્યો છે. ડીસાના મારવાડી મોચીવાસ ખાતે રહેતા અને હીરાકામ કરી ગુજરાન ચલાવતાં યુવાનના પુત્ર બેસતા વર્ષના દિવસે સોમવારે બપોરે ત્રણ વાગે તેમના 14 વર્ષીય પુત્ર બજારમાંથી મારવાડી મોચીવાસ તરફ આવતો હતો. ત્યારે 1 ગલ્લા પાસે ડોલીવાસમાં રહેતો ઇમરાન ઉર્ફે ગદ્દાર અનવરભાઈ મિર્ઝા સહિત 5 યુવકો બેઠા હતા. ત્યારે ઇમરાન ઉર્ફે ગદ્દારે સગીરને બોલાવી કહ્યું કે, ચાલ અમારી સાથે તને રૂપિયા વાપરવા આપીશું એમ કહી મયુર મહેશ્વરીની એક્ટીવા પર બેસાડી ગદાર સાથે નદી તરફ જવાના રસ્તે લઈ ગયા હતા.

જોકે અન્ય સાગરીતો એક્ટીવા પર પાછળથી આવ્યા હતા. જોકે ત્યાં લઇ ગયા બાદ ઇમરાન ઉર્ફે ગદ્દાર મિર્ઝાએ સગિરને અપશબ્દો બોલી કેમ છોકરીઓની દલાલી કરે છે. તને સબક શીખવાડવો પડશે તેમ કહી લાકડીથી માર મારી તેના કપડાં ઉતારી નગ્ન કરી સોટીથી મારી ઉઠક-બેઠક કરાવી હતી. ઉપરાંત ગરમ માટીમાં સુવડાવી ગુલાટી ખવડાવી અને માર માર્યો હતો. બાદમાં તેનો વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો.

ચારેય લુખ્ખાઓએ સગીરને ગુપ્તાગ કાપી નાખવાની ધમકી આપી હતી. એકાદ કલાક સુધી સગીરને હેરાન કર્યા બાદ એનો વિડીયો વહેતો કરી દીધો હતો.જોકે આ વિડીયો સમાજના વ્યક્તિએ જોતા સગીરના પિતાને જાણ કરી હતી. આ અંગે સગીરના પિતાએ ડીસા દક્ષિણ પોલીસ મથકે પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે ચારની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

 

જે શખ્સો સામે ફરિયાદ થઈ છે તેમાં
ઇમરાન ઉર્ફે ગદ્દાર અનવરભાઈ મિર્ઝા રહે.ડોલીવાસ, મોન્ટુ અમરતભાઈ રાઠોડ રહે.મારવાડી મોચીવાસ, મયુર કાંતિલાલ મહેશ્વરી રહે.સિંધી કોલોની, હિતેશભાઈ પુરણભાઈ કહાર રહે.ભોઈવાસ, કમલેશ ઉર્ફે કોકી રામચંદજી ઠાકોર રહે.ડોલીવાસનો સમાવેશ થાય છે. જેમની સામે પોકસો અધિનિયમ તથા આઇટીએક્ટ અધિનિયમ હેઠળ અંતર્ગત ગુનો નોંધાયો છે.