રાજકોટ તા. ૨૮, ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે જેને કારણે કારણે લોકો રોષે ભરાયા છે.ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી હવે મોંઘી બનતા રાજકોટ નું તંત્ર દોડતું થયું છે. રાજકોટના પુરવઠા વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા. આ અધિકારીઓએ ડુંગળીના ભાવો આસમાને પહોચતા ગઇકાલે બપોર બાદ માર્કેટિંગ યાર્ડના મોટા ૨૦ વેપારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન રોજ ૨૦ ટ્રક ભરી ને ડુંગળી આવતી હોવાનુ તારણ નીકળ્યુ હતુ. અને ભારે વરસાદને કારણે ડુંગળીના પાકને અસર થતા તથા ડુંગળીની સીઝન મોડી શરૂ થતા ભાવો ધારણા કરતા વધુ ઉંચા હોવાનું કબુલ્યું હતું આજે પણ ૧૮ ટ્રક ડુંગળીના આવ્યા હતા, અને ભાવો મણના ૫૫૦ થી ૭૦૦ જ બોલાયા હતા અને પુરતી આવક હોવાનુ ઉમેરાયુ હતુ. વેપારીઓએ ઉમેર્યુ હતુ કે યાર્ડમાં ભાવો વધુ નથી પણ શહેર માં છુટક ફેરીયાઓ અને શાકભાજીવાળા બેફામ ભાવો લે છે, ૫૦ થી ૮૦ સુધીના ભાવો લેતા હોય, છે. આ વિગતો જાણ્યા બાદ પુરવઠા તંત્રે પોતાની નજર છુટક ફેરીયાઓ ઉપર દોડાવી છે, હવે અમૂક વિસ્તારો, શાક માર્કેટમાં ચેકીંગ કરી જ્યાં વધુ ભાવો લેવાતા હશે તો કડક કાર્યવાહી અંગે ચેતવણી આપી છે. આપી છે.