બજારમાં બદલાતી પરિસ્થિતિ અને વધારે ઉપજને લીધે પાછલા વર્ષ કરતા આ વર્ષે ડુંગળી પકવતા ખેડૂતોને 42 અબજ રૂપિયાનું નુકસાન કર્યું છે. કેન્દ્ર સરકારે કૃષિ મંત્રાલયના એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં કૃષિ બજાર ઉત્પાદન સમિતિ હેઠળ લગભગ 13.22 લાખ ટન ડૂંગળી 13,760 રૂપિયા પ્રતિ ટનના ભાવે વેચાઇ છે. આ પ્રકારે, ડિસેમ્બર મહિનામાં 13,310 રૂપિયા પ્રતિ ટનના હિસાબે કુલ 11.10 લાખ ટન ડૂંગળી વેચવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે, 2017માં ખેડૂતોને મળેલા ડુંગળીના ભાવ આ વર્ષે 61 % ઘટી ગયા છે.
દેશના લગભગ 30 % ડુંગળીનું ઉત્પાદન મહારાષ્ટ્ર રાજ્ય કરે છે અને ત્યાં આ વર્ષે ભાવ ઘણો ઘટ્યો છે. અહીં, 5180 રૂપિયા પ્રતિ ટનના ભાવે ડુંગળી વેચાઇ છે જે પાછલા વર્ષની સરખામણીમાં 80 % ઓછો છે.
કિંમતો ઘટવાનું એક કારણ એ હોઇ શકે કે છેલ્લા પાંચ વર્ષની સરખામણીમાં આ વર્ષે ડૂંગળીનું ઉત્પાદન 12.48 % વધારે થયુવં છે. 210 લાખ ટન ડુંગળીનું ઉત્પાદન થાય તેવું અનુમાન હતું પરંતુ તેની સામે 236 લાખ ટન ડુંગળીનું ઉત્પાદન થયું છે.