પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતો વર્તમાન સમયમાં ડેરીઓના બેવડા માપદંડને કારણે નુકસાન વેઠવું પડી રહ્યું છે.
ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે પરંતુ ભારત દેશના ખેડૂતોની ખેતીની આવકમાંથી પોતાનું ગુજરાન ચલાવું મુશ્કેલ બનતું હોય છે, જેના કારણે ખેડૂતો ખેતીની સાથે સાથે પશુપાલનના વ્યવસાય સાથે પણ સંકળાયેલા હોય છે. ખેડૂતો પશુપાલન કરી દૂધ એકત્રિત કરે છે અને આ દૂધ ડેરીમાં ભરાતા હોય છે. જેમાંથી ખેડૂતોને આર્થિક ઉપજ મળતી હોય છે. ડેરીઓ દ્વારા ખેડૂતોના દૂધના ફેટ પ્રમાણે ભાવ આપવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી ડેરીઓ દ્વારા ફેટના ભાવોમાં વારંવાર ઘટાડો કરવામાં આવી રહ્યો છે. જેના કારણે પશુપાલન વ્યવસાય કરતા ખેડૂતોને વ્યાપક નુકસાન વેઠવું પડી રહ્યું છે. જેને લઇ અત્યારે ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ ગયો છે. ત્યારે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતો ફેટના ભાવમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે.
એક તરફ ડેરી દ્વારા ખેડૂતોને ફેટના ઓછા ભાવ આપવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ દ્વારા દૂધના ભાવમાં પણ સતત વધારો કરવામાં આવી રહ્યો છે. દૂધના ભાવમાં થઈ રહેલા વધારાને પગલે ગૃહિણીઓ પણ પરેશાન થઈ ઊઠી છે. ઓછા ભાવે દૂધ ખરીદી ડેરીઓ અત્યારે મોંઘા ભાવે દૂધનું વેચાણ કરી રહી છે. જેના કારણે ગૃહિણીઓ પણ દૂધના ભાવોમાં ઘટાડો કરવાની માંગ કરી રહી છે.
ડેરીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઉઘાડી લૂંટને લઈ ડેરીઓના બેવડા માપદંડો ખુલ્લા પડી રહ્યા છે. ડેરીઓ દ્વારા ઓછા ભાવે દૂધની ખરીદી કરી ઊંચા ભાવે વેચવામાં આવતા સફેદ દૂધનો કાળો કારોબાર પણ શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે ચૂંટણીઓ દ્વારા ખેડૂતો પાસેથી ઓછા ભાવે દૂધ ખરીદવામાં આવતું હોય તો સામાન્ય લોકોને ડેરી કેમ ઊંચા ભાવે વેચી રહી છે. ડેરી એક સેવાકીય એકમ છે. પરંતુ અત્યારે ડેરીઓ દ્વારા જે માપદંડો અપનાવવામાં આવી રહ્યા છે તે માપદંડો ડેરીને સેવા નહીં પરંતુ મેવા આપી રહ્યા છે. અને ડેરીના આ માપદંડો પશુપાલકોને આર્થિક નુકસાન પહોંચાડી રહ્યા છે તો સામાન્ય જનતા પર વધારાનો બોજ નાખી રહ્યા છે