ઘાસની નવી 5 જાત શોધાઈ

ભારતના કૃષિ વિજ્ઞાનીઓએ ગુજરાત માટે ઘાસચારાની નવી 5 જાતો શોધી

દિલીપ પટેલ 20 ડિસેમ્બર 2021

ઘાસચારાની 15 નવી સંકર જાતો કૃષિ વિજ્ઞાનીઓએ તૈયાર કરીને ખેડૂતોને વાવવા માટે ભલામણ કરી છે. ઈન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રિકલ્ચર રીસર્ચે શોધેલી જાતોને કૃષિ મંત્રાલયે ભલામણ કરી છે. જેમાં ગુજરાતના પશુપાલકો માટે 5 જાતના ઘાસચારા છે. આ જાતો શોધવામાં લગભગ 6થી 10 વર્ષનો સમય લાગ્યો છે. આમાંથી ગુજરાતની કૃષિ વિશ્વ વિદ્યાલયોએ કોઈ જાત વિકસાવી નથી. ગુજરાત બહાર શોધાઈ છે પણ ગુજરાતમાં ઉગાડીને પશુઓને સારો ચારો આપી શકાય છે.

ગુજરાતમાં 19,500 ગામડાના દૂધ એકત્રીત કેન્દ્રો દ્વારા 3 કરોડ લિટર દૂધ 37 લાખ પશુપાલકો લોકો આપે છે.  ગુજરાતમાં કુલ પશુઓની વસતી 2.68 કરોડ ગણવામાં આવી છે. તેમને ખોળ અને લીલો કે સૂકો ચારો આપવામાં આવે છે. ચોમાસામાં 40 લાખ હેક્ટરમાં ઘાસચારો ઉડવામાં આવે છે. રવિ ઋતુમાં 4.70થી 5 લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. આમ રાજ્યમાં 3 ઋતુમાં 50 લાખ હેક્ટરમાં ઘાસચારો ઉગાડવામાં આવે છે.

Oats (Avena sativa) OL1869-1 OL 13 – જવ કે જઈ પશુપાલકો માટે રવિ ઋતુ માટે શ્રેષ્ઠ ચારો છે. જે ગુજરાત ઉપરાંત બીજા 8 રાજ્યોના ખેડૂતો માટે પણ ભલામણ કરી છે. જેનું ઉત્પાદન હેક્ટરે સરેરાશ 624.5 ક્વિન્ટલ લીલો ચારો આપે છે. 25.1 ક્વિન્ટલ જવ – બિયા મળે છે. 155 દિવસમાં પાકી જાય છે.

જનવી બીજી એક જાત Central Oat OS 405 (OS 405) પણ બનાવી છે. જે ગુજરાત ઉપરાંત 5 રાજ્યોમાં ઉગાડવા માટે ભલામણ કરી છે. હેક્ટરે રવિ ઋતુમાં 515 ક્વિન્ટલ લીલો અને 115 ક્વિન્ટલ સુકો ચારો ઉત્પાદન આપે છે. 15.39 ક્વિન્ટલ બિયાંનું ઉત્પાદન આપે છે. 155 દિવસમાં તૈયાર થઈ જાય છે.

જવની બીજી એક જાત OL 1861 છે. જે ગુજરાત ઉપરાંત 17 રાજ્યોમાં ઉગાડવા માટે ભલામણ કરી છે. સરેરાશ હેક્ટરે 4487 ક્વિન્ટલ લીલા ચારાનું ઉત્પાદન આપે છે. 19.60 ક્વિન્ટલ બીયાં પેદા થાય છે. 160 દિવસમાં તૈયાર થઈ જાય છે.

હાઈબ્રિડ બાજરો BNH-11 (BAIF Napier Hybrid- 11) પશુચારા માટે ગુજરાત ઉપરાંત 14 રાજ્યોમાં ઉગાડવા માટે ભલામણ કરી છે. જેનું હેક્ટરે લીલો ચારો 1219 ક્વિન્ટલ અને  સુકો ચારો 277 ક્વિન્ટલ ઉત્પાદન આપે છે. આ બાજરાની ખૂબી એ છે કે, પરિપક્વતા ગુણવત્તાયુક્ત લીલો ખોરાક, લીલા પર્ણસમૂહ, જાડી લંબગોળ દાંડી, તરુણાવસ્થા વગરના નરમ, લાંબા અને પહોળા પાંદડા માટે 55 દિવસનો અંતરાલ સાથે ઉત્પાદન આપે છે.

રાજગરો – Grain amaranth (Amaranthus spp.) BGA 4-9 (Suvadra) ઘાસ ગુજરાત ઉપરાંત ઓરીસા, જારખંડ, છત્તીશગઢ, મહારાષ્ટ્રના પશુપાલનો અને ખેડૂતો માટે ઉગાડવા ભલામણ કરી છે. જે રવિ ઋતુમાં હેક્ટરે 17 ક્વિન્ટલ થી 28 ક્વિન્ટલ સુધી ઉત્પાદન આપે છે. 126 દિવસમાં તૈયાર થઈ જાય છે.

RCEP રીજિયોનલ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપને ભારતે સ્વિકારી નથી.  કરારો કરાયા હોત તો ન્યુઝીલેન્ડ તથા ઓસ્ટ્રેલિયાથી ભારતમાં દૂધની અનેક ચીજો ઠલવાઈ હોત. તો ગુજરાતનો કે ભારતનો ડેરી ઉદ્યોગ ખતમ થઈ ગયો હોત. વિશ્વના 20 ટકા દૂધ ભારતમાં પેદા થાય છે.   દેશમાં 1.70 કરોડ નાના દૂધ ઉત્પાદકો છે. 2 લાખ  સહકારી દૂધ મંડળીઓને દૂધ આપે છે. પણ સહકારી ડેરીઓ દૂધ કે તેની ચીજોની વિશ્વની કુલ નિકાસના માત્ર 0.25 ટકા જ ભારતનું દૂધ કે દૂધની પેદાશોનો વિશ્વમાં નિકાસ હિસ્સો છે. અમુલ ડેરી વિશ્વની ટોચની 20 ડેરીમાં આવે છે, આમ છતાં ગુજરાતનું સહકારી ક્ષેત્ર નિકાસમાં સદંતર નિષ્ફળ રહ્યું છે.

આણંદના પશુપાલક સંજય રબારી 500 ગાય રાખે છે. દૂધ ઉત્પાદન હરીફાઇમાં વિજેતા બન્યા છે.

ગોંડલના ગીતાબેન 45 ગાય રાખીને 14 લાખ રૂપીયાનો નફો કમાય છે.

રાજ્યના પશુપાલન વિભાગે 2012માં ગુજરાતમાં  ગાય, ભેસ, બકરા, ઘેટા પશુઓ 2,71,28,200 હતા. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 25.44 લાખ પાલતુ પશુઓ હતા. 1 કરોડ ગાયો હતા. 2019માં 3.50 લાખ ઘટીને 96.34 લાખ થઇ છે. ખરેખર તો 1.20 કરોડ હોવી જોઈતી હતી. ભેંસ 1.05 કરોડ છે.

ભારતમાં રૂમાંથી 110 લાખ ટન કપાસીયા પેદા થાય  છે. જેમાં ગુજરાતમાં 12 લાખ ટન કપાસિયા પેદા થાય છે. 17થી20 ટકા તેલ કાઢી લઈને 10 લાખ ટન ખોળ બની શકે છે. 1.70 કરોડ પશુને રોજના 1.70થી 5.10 કરોડ કિલો કપાસિયા ખોળ રોજ ઓછામાં ઓછો આપવામાં આવે છે. તેનાથી વધું હોવાની શક્યતા છે. જે આખા વર્ષનું ગણવામાં આવે તો 620 કરોડ કિલોથી 1861 કરોડ કિલો કપાસિયા ખોળ થવા જાય છે. માનો કે માત્ર 300 કરોડ કિલો જ કપાસિયા ખોળ વપરાય છે. તો પણ તેની સામે કપાસિયા ખોળનું ઉત્પાદન તો 10 લાખ ટન એટલે કે 100 કરોડ કિલો જ છે. તેનો સીધો મતલબ એ થયો કે ઓછામાં ઓછી 3 ઘણી ભેળસેળ થઈ રહી છે. તેથી ઘાસચારો શ્રેષ્ઠ માનવામાં આવે છે.