ડૉકટરે બનાવટી ચલણી નોટ છાપવાની ગેંગ બનાવીઃ 1,50લાખના બનાવટી ચલણ સાથે છ ઝડપાયા

ભાવનગર,તા,7

સામાન્ય માણસ ગરીબીને કારણે અથવા શ્રીમંત થવાની ઘેલછામાં ગુનો કરે પણ ભાવનગરના એક ડૉકટર જે અગાઉ સરકારી ડૉકટર તરીકે ફરજ બજાવી ચુકયા હતા અને હાલમાં પોતાનું ખાનગી દવાખાનું ચલાવતા, તેમને પણ શ્રીમંત થવાની અભરખા જાગ્યા અને તેમણે એક ગેંગ બનાવી રૂપિયા 2000 અને 500ની બનાવટી ચલણી નોટો છાપી બજારમાં ફરતી કરી હતી પણ આ  મામલે ભાવનગરના સ્પેશીય ઓપરેશન ગ્રુપને જાણકારી મળતા ડૉકટર સહિત છ આરોપીઓને રૂપિયા 1,50ના બનાવટી ચલણ સાથે ઝડપી લીધા છે, પોલીસ તપાસ કરી રહી છે કે આ ગેંગ દ્વારા અગાઉ કેટલુ બનાવટી ચલણ બજારમાં ફરતુ કર્યુ છે.

આ રીતે થયો નકલી નોટના નેટવર્કનો થયો પર્દાફાશ

ભાવનગર સ્પેશીયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઈનન્સપેકટર સર્જક બારોટને જાણકારી મળી  હતી કે ભાવનગર એક ગેંગ સક્રિય છે અને તે બનાવટી ચલણ છાપી બજારમાં મુકી રહી છે જેના આધારે તેમણે મોટુ નેટવર્ક એકટીંવ કરતા જાણકારી મળી હતી કે મહુવા તાલુકાના ખુંટવડાના ભગત ભરવાડ અને ડૉકટર  રાકેશ નાગોથા પાસે બનાવટી નોટો છે જેના આધારે તેમણે દરોડો પાડતાં તેમની પાસેથી 2000ની 13 બનાવટી નોટો મળી આવી હતી તેમની પુછપપરછ કરતા તેમણે નેસવડ ચિરાગ મકવાણા પાસે નોટો મેળવી હતી આથી ત્યાં દરોડો પાડતા તેની પાસેથી બનાવટી ચલણ મળી આવ્યુ હતું ચિરાગની પુછપરછમાં તેણે આ બનાવટી ચલણ લાઠી પરેશ સોંલકી અને  બગસરાના પ્રતિક નકુમ પાસેથી મેળવી હતી અને તેઓ બનાવટી નોટો છાપી રહ્યા હોવાની જાણકારી મળી હતી.

એસઓજીએ ચિરાગની કબુલાત પ્રમાણે દરોડો પાડતા ત્યાંથી પરેશ અને પ્રતિક ઉપરાંત જશાભાઈ કોળી પણ મળી આવ્યા હતા તેમની પાસેથી 500ના દરની 120  બનાવટી નોટો મળી આવી હતી આ ઉપરાંત રૂપિયા 500-200 અને 100નું કાગળ ઉપર પ્રિન્ટીંગ કરેલુ મળી આવ્યુ હતું પોલીસને ત્યાંથી કલર સ્કેનર અને પ્રિન્ટર પણ મળી આવ્યા હતા જેની ઉપર તેઓ બનાવટી નોટો છાપતા હતા, પોલીસ હવે આગળની તપાસ ચલાવી રહી છે પોલીસને આશા છે કે હજી બનાવટી ચલણ મળશે આ ઉપરાંત તેમણે બજારમાં કયાં અને કેટલુ બનાવટી ચલણ મુકયુ છે તેની પણ તપાસ થઈ રહી છે

રુ.2000ની 21 ટકા નોટો બનાવટી

નોટબંધીમાં દાવો કરવામાં આવ્યો હતો કે રીઝર્વ બેન્ક દ્વારા બહાર પાડવામાં આવેલી નવી 2000 અને 500ની નવી ચલણી નોટોનું ડુપ્લીકેશન થઈ શકે તેમ નથી સરકારનો દાવો હતો કે હવે બનાવટી નોટો બજારમમાં આવશે નહીં પણ જે રીતે 2000 અને 500ની બનાવટી નોટો બજારમાં ફરી રહી છે તે જ બતાવે છે કે સરકારના તમામ દાવાઓ ખોટા પડયા છે તાજેતરમાં રીઝર્વ બેન્કના રીપોર્ટ પ્રમાણે હાલમાં બજારમાં ફરી રહેલી રૂપિયા 2000ના ચલણી નોટોમાં 21 ટકા નોટો બનાવટી ફરી રહી છે