ઢોરના હવાડામાં પાણી પીતા લોકો, પાણી પ્રધાન કુંવરજીનો આ મતવિસ્તાર છે

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું છે કે, લોકોને 30 લીટરના બદલે હવેથી 50થી 70 લીટર પાણી આપવામાં આવશે. જસદણમાં 7થી 15 દિવસે પાણી મળે છે. પાણી પુરવઠા પ્રધાન કુંવરજી કહે છે કે, મારા વિસ્તારમાં 3 કે 4 દિવસે પાણી આવે છે. ક્યાંક ખામીના કારણે વધું દિવસ પણ થતાં હથે. તેથી વિરોધ પક્ષ ખોટો પ્રચાર કરે છે. જસદણ વિસ્તાર મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટ જિલ્લામાં આવે છે અને પક્ષપલટો કરીને ભાજપમાં જઈને 4 કલાકમાં પાણી પુરવઠા પ્રધાન બની ગયેલા કુંવરજીના મત વિસ્તારમાં પાણીની ગંભીર સ્થિતી છે. લોકો હવાળામાંથી પાણી પીવે છે. રોજ પાણી આપવાનું વચન કુંવરજીએ આપ્યું હતું. તે ફોક કરી દીધું છે.

ભાજપ સરકારના પાણી પુરવઠા પ્રધાનના મત વિસ્તાર જસદણ અને વિંછીયા તાલુકાના લોકો પીવાના પાણી મામલે કારમી તંગી ભોગવી રહ્યા છે. વિધાનસભાની પેટા ચૂટણીમાં વિંછીયા તાલુકાના આંકડીયા ગામનો આંકડીયા સૌની યોજનામાં 30 ટકા પાણી ભરીને ભાજપે તાયફો કર્યો હતો. ડેમ આજે ખાલી છે. તેથી 2500 લોકોને પીવાનું પાણી પશુના અવેડામાંથી ભરવું પડે છે. જૂથ યોજનાનું પાણી અવેડામાં ઠલવાય છે, તેમાંથી પાણી ભરવામાં આવી રહ્યું છે.

ગુજરાતના પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયા સમક્ષ પાણીની તંગીની ફરિયાદ કરવા મહિલાઓ 16 એપ્રિલ 2019માં પહોંચી ત્યારે કુંવરજીએ કહ્યું કે, આ લોકોએ તેમને વોટ કેમ ન આપ્યો ? કુંવરજી લોકસભાના ભાજપના ઉમેદવારને મત મેળવવા માટે રાજકોટ જિલ્લાના કનેસારા ગામમાં ગયા હતા. મહિલાઓએ ફરિયાદ કરી કે, માત્ર અડધા ગામને જ પાણી મળે છે, તો તે અંગે કુંવરજી બાવળીયાએ કહ્યું કે, ગામના માત્ર 55% લોકોએ તેમને વોટ આપ્યો હતો. કેમ તમામ લોકોએ મને મત ન આપ્યા ? મહિલાઓએ બાવળિયાને રોકડું પરખાવી દેતાં ત્યાંથી ચાલતી પકડવી પડી હતી.

હવે જસદણ વિસ્તારની હાલત એવી છે કે પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયાના મત વિસ્તારમાં જ 8 દિવસે પાણી આવે છે. જસદણ વીછીંયામાં પાણી પ્રશ્ન અંગે જસદણના કોંગ્રેસના તાલુકા પંચાયતના પ્રમુખ પ્રાંત અધિકારીને પત્ર લખ્યો છે, 8 દિવસે પાણી આવતું નથી.

11 એપ્રિલ 2019થી 8થી 10 દિવસે પાણી મળે છે. 1995થી આ પ્રશ્ન છે. કુંવરજી કોંગ્રેસમાં હતા અને પછી પક્ષપલટી મારી ત્યારે પ્રધાન થયા છતાં પાણી મળતું નથી. પાલિકાઓમાં ગેરરિતી કરીને પ્રજાના પૈસા વેડફી નાંખવામાં આવેલા છે. વર્ષમાં માત્ર 75 દિવસ પાણી આપવામાં આવે છે. પાલિકા 12 મહિનાનો વેરો લે છે. વગદાર તમામ લોકોએ ગેરકાયદે પાણીના જોડાણ લઈ લીધા છે. આલસણસાગર તળાવ નાની સિંચાઈ વિભાગ પાસે છે. જ્યાં પાણી ઓછું આવે ત્યાં બોર બનાવી દેવામાં આવે અને ત્યાં જ નળ આપી દેવામાં આવે છે. જે એક વર્ષ સુધીમાં ગુમ થઈ જાય છે. જેમાં કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા છે. નળમાંથી લોકો પાણી ખેંચવી માટે વીજળીથી ચાલતી મોટર મૂકી દે છે. ગરીબ લોકોને નળમાં પાણી આવતું નથી. પાણી પુરવઠા પ્રધાનના વિસ્તારમાં ટેન્કરથી અનેક લોકોને પાણી આપવું પડે છે. મહિનામાં ફક્ત 4 વખત પાણી આપવામાં આવે છે. જે 1.50 એમ.એલ.ડી પાણી થાય છે. એકાંતરા અડધી કલાક પાણી વિતરણ કરવા લોકોમાં માંગણી ઉઠવા પામી છે. પાણીના બિલ ભરવાના પૈસા પણ નગરપાલિકા પાસે નથી.

પાણી પૂરવઠા પ્રધાનને જીતાડવા માટે ભાજપે જસદાણમાં 60 ધારાસભ્યોની ફોજને પ્રચાર કરવા ને મત માંગવા માટે ઉતાર્યા હતા. પ્રજાને પાણીના વચનો આપવામાં આવ્યા હતા.

ભૂતકાળમાં છાશવારે આંદોલનો કરી લોકોની રેલી કાઢનાર કુંવરજી બાવળીયા અત્યારે પાણી પુરવઠાના પ્રધાન બની ગયા બાદ જસદાણના લોકોને થોડા જ દિવસમાં ભૂલી ગયા છે.

નર્મદા અને મહિ પરીએજની પાણી પુરવઠા યોજના હેઠળ રોજ પાણી આપવામાં આવશે એવું વચન આપ્યું હતું. પણ જસદણ તાલુકાના 32 ગામડાં હાલ પાણીની તંગી ભોગવી રહ્યા છે. વિંછીયાના 18 ગામોમાં પાણીની મુશ્કેલી છે.  બાવળિયાએ ચૂંટણી જીતવા માટે કહ્યું હતું કે કોઈ પણ સમસ્યામાં હું તમારી સાથે ઊભો હોઈશ પણ હવે બાવળીયા અહીં દેખાતા બંધ થયા છે.

જસદણ- વીંછિયા તાલુકામાં કુલ 19 ડેમ છે, જે તમામ ઉનાળામાં તળિયાઝાટક થઈ ગયા છે. બાવળિયાના જસદણ-વીંછિયા તાલુકાના 107 ગામોમાં લોકોએ પ્રદુષિત પામી કૂવા-બોરનું પીવું પડે છે.

જસદણ તાલુકામાં છેલ્લા 2 મહિનાથી પિવાનું પાણી ગંદુ આવી રહ્યું હોવાની ફરિયાદો છે. વિંછીયાના વોર્ડ 3માં કે જે કુંવરજી બાવળીયાનું ક્ષેત્ર છે ત્યાં પીવાનું પાણી ગંદુ આવી રહ્યું છે. વિંછીયાના ડાભી વિસ્તારમાં તો 15 દિવસે પીવાનું પાણી માત્ર એક જ વખત આવે છે. મતવિસ્તારના જ લોકો બાવળીયાથી રોષે ભરાયા છે.