તબીબોએ શરૂ કર્યું તમાકુ અને પ્લાસ્ટિક છોડો અભિયાન

મોરબીના મેડીકલ અને પેરામેડીકલ સ્ટુડન્ટ એસો ELIXIR દ્વારા આજે તમાકુ છોડો અને પ્લાસ્ટિક છોડો અભિયાનને વેગ આપવા માટે રેલી યોજવામાં આવી હતી જે શહેરના મુખ્યમાર્ગો પર ફરી હતી. મોરબીમાં વિદ્યાર્થીઓના સંગઠન ELIXIR દ્વારા આયોજિત રેલીમાં વિદ્યાર્થીઓ ઉપરાંત ડો. જયંતીભાઈ ભાડેશીયા, ડો. વિજયભાઈ ગઢિયા અને ડો. ચિરાગ અઘારા સહિતના અગ્રણીઓ અને ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા રેલીમાં મેડીકલના વિદ્યાર્થીઓ જે ભવિષ્યના ડોક્ટર છે તેમના દ્વારા રેલી યોજાઈ હતી જે રેલી નવા બસ સ્ટેન્ડથી શરુ કરીને ગાંધી ચોક, રવાપર રોડ, બાપા સીતારામ ચોકથી નવા બસ સ્ટેન્ડ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી રેલીના માધ્યમથી મેડીકલના વિદ્યાર્થીઓએ તમાકુ છોડો તેમજ પ્લાસ્ટિક છોડો અંગે જાગૃતતા ફેલાવવામાં આવી હતી