મુજાહીદ નફીસ
દગુજરાત રાજ્ય માં સરકાર દ્વારા રચાયેલા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એક જ ધર્મના સ્થાનોને જ પ્રજાના વેરાના પૈસાથી લાભ આપવામાં આવતો હોવા સામે વાંધો ઉઠાવી ગુજરાતની વડી અદાલતમાં કરવામાં આવેલી જાહેર હીતની અરજીનો ચૂકાદામાં તમામ ધર્મના પવિત્ર સ્થાનોને લાભો આપવા આદેશ કર્યો છે. ઈસ્લામ, ખ્રિસ્તી, જૈન, શીખ, બુદ્ધ અને જરથ્રુષ્ટ તથા બીજા ધર્મને તેના લાભો મોદી સરકારે આપ્યા ન હતા અને માત્ર હિંદુ ધર્મના 358 પવિત્ર સ્થાનોના વિકાસ માટે ફંડ ફાળવ્યું હતું. અન્ય 12 ધર્મો તેમાં લેવામાં આવ્યા ન હતા. જે બંધારણ વિરૂદ્ધ હોવાનું હવે પ્રસ્થાપિત થયું છે.
6 મેં 2019માં વડી અદાલતે સરકારને આદેશ કર્યો છે કે, દરેક ધર્મના યાત્રાધામોને બોર્ડની વિકાસની યોજનાઓ તેમજ સુવિધાઓમાં શામેલ કરવામાં આવે. તેમજ સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે ગુજરાત સરકાર અહેવાલ તૈયાર કરીને 14 જૂન 2019માં વડી અદાલતને જાણ કરે એવો આદેશ પણ કરવામાં આવ્યો છે.
અગાઉ આ મામલે રાજ્ય સરકાર પાસેથી વડી અદાલતે ખુલાસો માંગ્યો હતો અને ડિસેમ્બર 2018 સુધીમાં જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો હતો. ચીફ જસ્ટિસ આર. એસ. રેડ્ડી અને જસ્ટીસ વી.એમ પંચોલીની બેન્ચે સરકારના વકીલને આ મામલે સત્તાધિકારીઓ પાસેથી યોગ્ય સૂચનો મેળવી લાવવાનો આદેશ કર્યો હતો. ગુજરાત સરકારની બિનસાંપ્રદાયિકતા સામે સવાલ ઉઠાવતી PILના જવાબમાં હાઈકોર્ટે આ સ્પષ્ટતા માગી હતી.
માઇનોરિટી કો ઓર્ડિનેશન કમિટીના કન્વીનર મુજાહીદ નફીસ દ્વારા 10 ઓક્ટોબર 2019માં જાહેર હિતની અરજી ( P.I.L 201/2018) કરવામાં આવેલી હતી કે, સરકાર બધા ધર્મોના સ્થાનોનો સર્વે કરે અને તેમને પણ એ જ લાભો મળે જે બીજા ધર્મને મળી રહ્યા છે. દેશનું બંધારણ સ્પષ્ટ રીતે જણાવે છે કે રાજ્ય કોઈ પણ ધર્મને પ્રમોટ નહિ કરે તેમજ દરેક ધર્મને સમાન દ્રષ્ટિ થી જોશે. પરંતુ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આની સ્પષ્ટ અવહેલના કરીને માત્ર એક હિન્દુ ધર્મ ના જ યાત્રા ધામોને મદદ કરી રહ્યું છે. બિનસાંપ્રદાયિક દેશમાં સરકાર તરફથી કોઈ એક ચોક્કસ ધર્મ માટે પ્રજાના પૈસાની ફાળવણી અયોગ્ય હોવાની રજૂઆત પણ આ પિટિશનમાં કરાઈ છે.
રાજ્ય સરકાર તરફથી બિનસાંપ્રદાયિકતાની આશા રાખવામાં આવી છે. પવિત્ર યાત્રધામ વિકાસ બોર્ડની રચના 1995માં કેશઉભાઈ પટેલની હિંદુ વાદી સરકારમાં થઈ હતી. કેશુભાઈ પટેલ આરએસએસના કાર્યકર હતા. ત્યારબાદ આરએસએસના કાર્યકર શંકરસિંહ વાઘેલા મુખ્ય પ્રધાન બન્યા હતા. 1997માં અંબાજી, ડાકોર, ગિરનાર, પાલીતાણા, સોમનાથ અને દ્વારકાને ‘પવિત્ર યાત્રાધામ’ જાહેર કરવામાં આવ્યા હતા. મોદી કેશુભાઈની સરકારને ઉથલાવીને સંઘના પ્રચારક તરીકે આવીને મુખ્ય પ્રધાન બની ગયા બાદ આવા હિન્દુ ધર્મના સ્થાનો 358 કરી દેવામાં આવ્યા હતા.
ભારત ધર્મ નિરપેક્ષ છે અને દરેક ધર્મ સરકાર માટે સમાન છે. તેમ છતાં છેલ્લાં 18 વર્ષથી ગુજરાત ભાજપ સરકારે બંધારણનો ભંગ કરીને એક જ ધર્મને પવિત્ર સ્થાનો વિકસાવવા માટે પ્રોજેક્ટ તૈયાર કરીને કરોડો રૂપિયા ખર્ચ કર્યા હતા. નરેન્દ્ર મોદીની સરકારે કરેલું આ કૃત્ય ગુજરાતની વડી અદાલતમાં ખોટું પૂરવાર કર્યું છે. ગુજરાતના મુખ્ય પ્રધાન પદે નરેન્દ્ર મોદી રહ્યાં ત્યારે આવે અનેક કૃત્યો સામે ગુજરાતની વડી અદાલતે તેમની નીતિ વિરૂદ્ધ આદેશો કર્યા છે. તેમાં આ આદેશ સૌથી મહત્વો છે. નરેન્દ્ર મોદી જ્યારે મુખ્ય પ્રધાન બન્યા ત્યારે શપથ લીધા હતા કે તેઓ ભય કે પક્ષપાત વગર વર્તશે. જે આ ચૂકાદાથી સદંતર ખોટું સાબિત થાય છે. વડી અદાલતનો આ નિર્ણય બંધારણ તેમજ રાજ્યના સર્વ ધર્મ સમભાવને ચરિત્રને વધુ મજબૂતી પ્રદાન કરશે અને વંચિત વર્ગોને ન્યાય મળવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હશે. મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ સદભાવના ઉપવાસ પણ કર્યા હતા. તે ઉપવાસ બાદ તેમનો વડાપ્રધાન બનવાનો માર્ગ મોકળો થયો હતો. હવે ગુજરાતમાં લઘુમતિ ધર્મના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આવ્યા બાદ આ ચૂકાહો હવે ઘણો અર્થપૂર્ણ રહેશે.
મોઢેરાને સૂર્ય મંદિરને આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા રૂ.22 કરોડ, સંકલિત સ્થળ વિકાસ યોજના માટે રૂ. 281 કરોડ, સાબરતમી આશ્રમમાં લાઈટ સાઉન્ડ શો માટે રૂ20 કરોડ, પાવાગઢ કરનાળી તથા અન્ય યાત્રધામોના વિકાસ માટે રૂ.28 કરોડ, 8 યાત્રાધામના વિકાસ માટે રૂ.15 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. ગિરનારના 10 હજાર જેટલા પગથિયાંના સમારકામ માટે રૂ.20 કરોડ જેટલી મોટી રકમ ફાળવી દેવામાં આવી હતી. જે ત્યાર બાદ તેમાં કરોડોનું કૌભાડ થયું હોવાનું તેના સચિવ અનિલ પટેલે જાહેર કર્યું હતું. આ કૌભાંડ તેમણે જાહેર કર્યા બાદ સરકારે તેમને બરતરફ કર્યા હતા.