જાદુઈ જીન સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ભાઇબંધો સાથે ગિલ્લીદંડા, લખોટી કે આંધળો પાડો રમવાની મજા ગુમાવી બેઠા છે. લોકો હવે સ્માર્ટ ફોનને છોડતાં નથી. વધું પડતો ઊપયોગ કરી રહ્યાં છે. પણ હવે સ્માર્ટ ફોન દ્વારા તમારા ડેટા – માહિતીની ચોરી કરીને તમારી જાસૂસી થઈ રહી છે. આવું એપલ કંપનીએ શોધી કાઢી અનેક એપ બંધ કરી દીધી છે. હવે તો ભારતની મોદી સરકારે જાહેર કરી દીધું છે કે દેશના કોઈ પણ નાગરિકની માહિતી પોલીસ કે આવકવેરા ખાતું સ્માર્ટફોન મારફતે મેળવી શકે તે કાયદેસર છે. મતલબ કે આજ સુધી એપ બનાવતી કંપનીઓ જાસૂસી કરતી હતી હવે ભારત સરકાર તમારી જાસૂસી કાયદેસર કરી શકે છે. વોટ્સએપ, ફેસબૂક, મેસેન્જર, વીબર અને ગૂગલ કોલ્સ અને મેસેજીસ પરથી પેગાસસ વાયરસ મારફત સરકારે જાસૂસી કરાવી હતી.
જાહેર હીતમાં જાસૂસી
કેન્દ્ર સરકારે લોક સભામાં જણાવ્યું હતું કે જાહેર હિતમાં કેન્દ્ર સરકારની એજન્સીઓ ડિજિટલ સ્વરૂપની કોઈપણ માહિતીને આંતરવાની, નિરિક્ષણ કરવાની અને તેને ડીક્રિપ્ટ કરવાની સત્તા ધરાવે છે. રાજ્ય કક્ષાના મંત્રી જી. કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો કમ્પ્યુટરમાં મોકલાયેલી, મેળવાયેલી અથવા રખાયેલી કોઈ પણ માહિતી આંતરવાની સત્તા છે. ફોન કોલ અથવા ડિજિટલ માહિતીને આંતરી શકે છે. પણ તે માટે અનેક વિભાગોની મંજૂરી લેવી પડે છે. પણ સરકારો એવું કરતી નથી. ગુજરાતમાં 2001થી આજ સુધી હજારો લોકોના ફોન પર જાસૂસી થઈ હતી. આજે પણ તે ચાલુ છે. ફેસબુક અને વોટ્સએપ હેક કરી દેવાય છે. ચૂંટણી સમયે આવું વારંવાર થાય છે.
કોઈપણ સરકારી એજન્સીને જાસબસી સર્વવ્યાપક મંજૂરી અપાઈ નથી. કેન્દ્ર સરકારના કિસ્સામાં કેબિનેટ સચિવ અને રાજ્યના કિસ્સામાં મુખ્ય સચિવના અધ્યક્ષપદે એક સમિતિ દ્વારા પ્રત્યેક કિસ્સાની સમિક્ષા કરવામાં આવે છે.
ઈઝરાયલ સાથે ભારત સરકારના વડાઓ સાથે સારા સંબંધ છે. આવી જાસૂસી ત્યાં સુધી બંધ નહીં થાય, જ્યાં સુધી સરકારો આ ડિજિટલ હથિયારોના વ્યાપાર પર પ્રતિબંધ લગાવશે નહીં. વિશ્વમાં રોજ 4 હજાર સાયબર એટેક થાય છે.
આ રીતે કામ કરે છે સ્પાયવેર
વોટ્સએપના યુઝર્સની વિગતો મેળવવા માટે ઉપયોગમાં લેવાયેલ સ્પાયવેરનું નામ Pagasus છે. જ્યારે પણ તમે વોટ્સએપ વીડિયો કોલ કરો છો અથવા તમારા મોબાઈલમાં વીડિયો કોલ આવે છે ત્યારે સાઈબર એટેક કરનાર લોકો એક કોડ ઈસ્યુ કરે છે. તમે વીડિયો કોલ રિસિવ ન કરો તો પણ આ કોડના માધ્યમથી તમારા ફોનમાં માલવેર ઈન્સ્ટોલ થઈ જાય છે. એ પછી તમારા ફોનની કોલ ડિટેલ્સ, વોઈસ કોલ, પાસવર્ડ, કોન્ટેક્ટ લિસ્ટ, કેલેન્ડર ઈવેન્ટ, માઈક્રોફોન, કેમેરા યુઝ સહિતની વિગતો લીક થઈ જાય છે.
ખરાબ આદત
શાળા ચાલુ હોય ત્યારે બાળકોનો બધો સમય સ્કૂલ-ટ્યૂશન, ટીવી અને સ્માર્ટફોનમાં જાય છે. વેકેશનમાં બધો સમય માત્ર ટીવી અને સ્માર્ટફોનમાં જાય છે. હવે બધી રમત સ્ક્રીન ઉપર થઈ ગઈ છે. શેરીમાં કે રમતના મેદાનમાં 95 ટકા બાળકો જતાં નથી. આ ફોન તેમના કુટુંબ માટે જાસૂસ બની જાય છે.
એપલ કંપની
સ્ક્રીન ટાઇમ માટે ન્યૂ યોર્ક ટાઇમ્સ અને સેન્સર ટાવર નામની એક કંપનીએ કરેલા વિશ્લેષણ મુજબ, એપલે તેના એપ સ્ટોરમાંથી સૌથી વધુ ડાઉનલોડ થયેલી અને સ્ક્રીન ટાઇમ (એટલે કે એપલના ઉપયોગ) પર અંકુશ મૂકતી તથા બાળકોના ઉપયોગ પર અંકુશ મૂકતી (પેરેન્ટલ કંટ્રોલ) ૧૭ જેટલી એપ્સમાંથી ૧૧ એપને એપસ્ટોરમાંથી હટાવી દીધી છે અથવા તેના પર અંકુશો મૂક્યા છે.
બાળકોનાં ડિવાઇસના ઉપયોગ પર અંકુશ મૂકતાં અથવા બાળકો અમુક ચોક્કસ એપ્સ કે એડલ્ટ કન્ટેન્ટ ન જોઈ શકે એવાં અમુક એપનાં ફીચર્સ એપલે દૂર કરાવ્યાં અથવા, આવી સગવડ આપતી આખી એપ્સને જ દૂર કરી છે. પૈસાથી ખરીદાતી આ એપ હવે બંધ થઈ ગઈ છે. એપ વેચતી કંપનીઓ તેની સામે વિરોધ કરી રહી છે. કારણ કે તેમનો ધંધો બંધ થઈ ગયો છે.
એપલ કંપનીએ જાહેર કર્યું છે કે, કંપની એવું ઇચ્છતી નથી કે લોકો દિવસ-રાત તેમના ફોનમાં જ પરોવાયેલા રહે. એટલે જ કંપનીએ પોતે પણ સ્ક્રીન-ટાઇમ પર અંકુશ મૂકતું ફીચર ઉમેર્યું છે.
ત્રીજા પક્ષનો અંકૂશ
અનેક એપ ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને લગભગ આખા ફોન પર થર્ડ પાર્ટી એપનો અંકુશ આવી જાય છે. તેથી તમારું લોકેશન, એપનો ઉપયોગ, ઈ-મેઇલ એકાઉન્ટ્સ, કેમેરા અને બ્રાઉઝિંગ હિસ્ટ્રી જેવી સંવેદનશીલ માહિતી એ એપ દ્વારા મેળવીને ડેટા, માહિતી ચોરી કરી જાસૂસી થાય છે. આવી અનેક એપ એપલે બંધ કરી છે. પણ પ્લેસ્ટોર પર આવી અનેક એપ મોજૂદ છે.
જાદુઈ જીનથી બાળકોને છોડાવવા અને તમે છોડવા તૈયાર હોય તો જ્યારે સમય મળે ત્યારે તમારાં બાળકો સાથે, એને મજા પડે એવી રમતો રમવાનું શરૂ કરો. બાળકો અને તમે જાદુઈ જીન મોબાઈલથી દૂર હઠી જશો અને તમારા સ્માર્ટ ફોન દ્વારા જાસૂસી નહીં થાય.
પેગાસસ સોફ્ટવેર દ્વારા જાસૂસી
દુનિયાભરમાં તેમના અંદાજીત 1400 વોટ્સ એપના યૂઝર્સની પેગાસસ સોફ્ટવેર દ્વારા જાસૂસીની સરકાર જાણે છે. પુરાવા રૂપે આઈટી મંત્રાલયનાં વેબપેજ પણ પોસ્ટ કર્યા હતા. આઈટી મંત્રાલયની કમ્પ્યૂટર ઇમર્જન્સી ટીમને આની જાણ હતી. ઇન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશન નામની એનજીઓએ વોટ્સએપનાં વેબપેજની લિંક પણ પુરાવા તરીકે રજૂ કરી હતી.
આ સોફ્ટવેર જાણ બહાર જ ફોનમાં ઘૂસીને તમામ માહિતી ચોરી લે, ને પોતાનો નાશ પણ જાતે જ કરી નાખે ! એમ કહેવાય છે કે પેગાસસ નામનું આ સોફ્ટવેર ઘણું જ અત્યાધુનિક છે. તે ફોનમાં ઘૂસી જાય એ માટે કોઇ લિંક પર ક્લિક કરવાની પણ જરૂર પડતી નથી અને એ મિસ્ડ વીડિયો કોલથી પણ ફોનમાં ઘૂસી જાય છે. ફોનમાં તે ઇન્સ્ટોલ થઇ જાય એ બાદ એ ફોન કોલ, એસએમએસ, વોટ્સએપ મેસેજ, ઇમેઇલ, બ્રાઉઝર હિસ્ટ્રી, પાસવર્ડ જેવી તમામ જાણકારી ચોરી લઇ શકે છે. એન્ક્રિપ્ટેડ સંદેશ પણ તેનાથી બચી શકતા નથી અને એ ફોનના કેમેરા અને માઇક પણ શરૂ કરી આસપાસની ગતિવિધિ રેકોર્ડ કરી શકે છે. સોફ્ટવેર બધી જાણકારી વાઇફાઇ કે મોબાઇલ ઇન્ટરનેટ દ્વારા ફોનની બહાર મોકલી શકે છે. તે ફોનમાં અદૃશ્ય રહે છે, ફોન સ્લો પણ થઇ જતો નથી, જેથી કોઇને શંકા જતી નથી અને તેમાં પોતાનો જ નાશ કરી નાખવાનો વિકલ્પ પણ હોય છે.
બીજેપી – ભાજપ જાસૂસી પાર્ટી
લોકો હવે ‘ભાજપ જાસૂસી પાર્ટી’ અને ‘અબ કી બાર જાસૂસી સરકાર’ કહેવા લાગ્યા છે. પેગાસસ સ્પાયવેર ફક્ત સરકારને જ વેચવામાં આવે છે.
2019ની લોકસભાની ચૂંટણીમાં પેગાસસ સ્પાયવેર દ્વારા નેતાઓ, પત્રકારો અને એક્ટિવિસ્ટોનાં ફોન ટેપ કરાયા હતા અને સરકારને તેની જાણ હતી. ઈન્ટરનેટ, બ્રોડ બેન્ડ નેટવર્કને કરપ્ટ કરવામાં આવ્યા હતા.
જાસૂસી
ઇઝરાયેલી સ્પાયવેર પેગાસસની મદદથી વોટ્સએપના માધ્યમથી નેતાઓ, પત્રકારો તેમજ કાર્યકરોના ફોન હેક કરે છે.
પ્રિયંકા ગાંધીની જાસૂસી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધીનો ફોન પણ ઇઝરાયેલી સ્પાયવેર પેગાસસનો ઉપયોગ કરી વોટ્સએપના માધ્યમથી હેક કરાયો હતો. કોંગ્રેસે જાસૂસી કાંડમાં ભાજપની મોદી સરકારની સીધી સંડોવણીનો આક્ષેપ કર્યો હતો.
જાસૂસીથી સુપ્રીમ કોર્ટ, સંસદ કે રાજ્ય સરકારો કોઈ સુરક્ષિત નથી. નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટરમાં પણ પેગાસસ સ્પાયવેર હોવાની માહિતી મળી છે.
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકાર ભાજપની બે રાજ્ય સરકારો દ્વારા તેમના ફોન ટેપ કરવામાં આવતા હતા.
જાસૂસ ફોન
જાસૂસ ફોન સ્માર્ટ ફોન સર્વેલન્સ સોફ્ટવેરની આગામી પેઢી છે. મોબાઇલ ટ્રેકર એપ્લિકેશન, ઓઉટગોઇંગ અને ઇનકમિંગ કોલ્સ, એસએમએસ અને આસપાસના પરિવેશને રેકોર્ડ કરે છે.
જીપીએસ લોકેશન, બ્રાઉઝર્સ ની ગતિવિધિઓ અને એપ્લીકેશન જેમ કે વ્હાટસએપ, ફેસબુક, વાઈબર, સ્કાયપે અને લાઈન સંદેશાઓ ટ્રેક કરે છે.
એપ્લીકેશન ડાઉનલોડ અને ઈંસ્ટોલ કરીને ફોનની ગતિવિધિઓ જોવા માટે ઉપયોગ કરી શકાય છે. જેમાં ઇમેઇલ, પાસવર્ડ, બાળકોને ટ્રેક કરવા, કોઈની પર નજર રાખવા, કર્મચારીઓ પર નજર રાખવા, કૉલ રેકોર્ડિંગ, ફોન ટ્રેકર, એસએમએસ ટ્રેકર, વ્હાટ્સએપ ટ્રેકર, જીપીએસ ટ્રેકર, ફોટો ટ્રેકર, એમએમએસ,
બ્રાઉઝર ટ્રેકર, ફેસબુક ટ્રેકર, સિસ્ટમ લૉગ, કેલેન્ડર લૉગ, સ્કાયપ ટ્રેકર, વાઈબર લૉગ્સ, એપ્લિકેશન બ્લોક, નંબર બ્લોક, વેબ બ્લોક, કી-વર્ડ્સ કે યૂઆરએલ દ્વારા વેબસાઇટ્સ અવરોધ વગેરે ફોનની એપ્લીકેશન દ્વારા મેળવીને જાસૂસી થાય છે.
શું કરશો જાસૂસીથી બચવા
અસુરક્ષિત અને જાહેરમાં પાસવર્ડ ન રાખો. અંદાજ સરળતાથી લગાવી શકાય એવો પાસવર્ડ ન રાખો. પાસવર્ડ સતત બદલતા રહો, પાસવર્ડ ક્યાંક લખીને ન રાખો, એક પાસવર્ડથી અનેક એકાઉન્ટ ચલાવતા હોય છે. તેથી એકાઉન્ટને હેક કરવામાં ખાસ મુશ્કેલી પડતી નથી. ફિશિંગ અને સ્પીયરફિશિંગ – સીધા નિશાન પર સાથે એટેચમેન્ટ ઓપન કરો એ સાથે કમ્પ્યૂટર હેક થઇ જાય છે. સ્પીયરફિશિંગમાં હેકર પોતે ફોન કરે છે અને ઇમેઇલ ખોલવા કહે છે. વાત કરતો રહે છે, તેથી ઇમેલ ખોલી દે છે.