2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જુનાગઢમાં પ્રજાએ કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ જોશીને જીત અપાવીને ચૂંટી કાઢ્યા હતાં. જેને એક વર્ષ થયું છે.
ભીખાભાઈ જોશીની છાપ સેવાભાવી અને સાદગીભર્યા વ્યક્તિની છે. આ અગાઉ પણ તેઓ બે વખત મેંદરડા વિધાનસભાથી ધારાસભ્ય રહી ચુક્યા છે. 2012માં જૂનાગઢથી પરાજય મેળવ્યા બાદ 2017માં ફરીથી તેઓ ચૂંટાઈ આવ્યા હતાં.
1 સપ્ટેમ્બર 1945માં જન્મેલા ભીખાભાઈ ગલાભાઈ જોશી લોકોના કામ માટે કાયમ હાજર જ હોય છે. સરકારી બસમાં અવરજવર કરે છે, લો પ્રોફાઈલ જીવન જીવે છે.
ભીખાભાઈની જાહેરાત
ધારાસભ્ય તરીકે 1 વર્ષ દરમિયાન મારા દ્વારા કરેલ કાર્યોના લેખ-જોખા-હિસાબ જાહેર જનતા સમક્ષ રજુ કરૂ છું.
એક વર્ષ દરમિયાન જાહેર, સામાજિક કાર્યક્રમો મળી કુલ કુલ ૩૩૦ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જીલ્લા, તાલુકા અને કોર્પોરેશન વિભાગ દ્વારા લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે કલેકટર અને કમીશ્નરના અધ્યક્ષસ્થાને મળતી મીટીંગો અને અન્ય વિભાગ દ્વારા યોજાતી કુલ ૬૨ મીટીંગોમાં હાજરી આપી હતી.
જેમાં અરજદારોના કુલ 249 પ્રશ્નોની રજૂઆત કરેલી હતી. જે પૈકી વાણંદ સોસાયટીના વર્ષો જુનો દસ્તાવેજના પ્રશ્નનુ સુખદ નિરાકરણ લાવેલ, ઉપરાંત રસ્તા, પાણી, ગટર જેવા મહત્વના પ્રશ્નોનું નિરાકરણ કરેલું છે. જીલ્લા અને ગાંધીનગરની કચેરીને કુલ 729 પ્રશ્નોની રજૂઆત કરેલી છે.
જુનાગઢ શહેરના અને જીલ્લાના 31 પ્રશ્નોની રજૂઆત વિધાનસભા પ્રશ્નોતરી સમયમાં કરેલી હતી. જેમાં મુખ્ય પ્રશ્નોમાં સિવિલ હોસ્પીટલમાં પૂરું મહેકમ ભરવા બાબત હતી.
નરસિંહ મહેતા તળાવ બ્યુટીફીકેશન માટે આગાઉ સરકારે ફાળવેલા નાણાની રકમનું અમલીકરણ કરવું, જુનાગઢ શહેરનો વિકાસ નકશો મંજુર કરવો, જુનાગઢની ટ્રાફિક સમસ્યા હલ કરવા રેલ્વે ઓવર બ્રીઝની કામગીરી વહેલી શરુ કરાવવા બાબતના પ્રશ્નોની રજૂઆત કરી હતી.
ધારાસભ્ય તરીકે દર વર્ષે વાપરવાની થતી રૂ.1.50 કરોડની ગ્રાન્ટ પૈકી શહેરના જુદા જુદા વિસ્તારમાંથી આવેલી રજૂઆત પ્રમાણે વિકાસ કાર્યો માટે અત્યાર સુધી કુલ રૂ.1.16 કરોડનાં કામોની દરખાસ્ત કરેલી છે.
લી. આપ સૌનો ભીખાભાઇ જોષી,ધારાસભ્ય,જૂનાગઢ
ગુજરાતી
English



