દાંતની સંભાળ
સવાર – સાંજ સ્વમૂત્રના કોગળા કરવાથી દાંતના, મોંના, જીભના તમામ રોગોમાં ફાયદો થાય છે, હિંગને પાણીમાં ઉકાળી કોગળા કરવાથી દાંતનો દુઃખાવો મટે છે. ફટકડીના કોગળા કરી શકાય, સવાર – સાંજ તલ ખૂબ ચાવીને ખાવાથી દાંત મજબૂત બને છે. કોપરું પણ ચાલે. લીંબુનો રસ દાંતના પેઢા પર ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે. તલના તેલનો કોગળો મોઢામાં દસેક મિનિટ ભરી રાખવાથી પાયોરિયા મટે છે. દાંતનું પેઠું સૂઝી ગયું હોય તો શિવામ્બુ ( સ્વમૂત્ર ) પેઢા પર ઘસવાથી મટે છે. કઠણ વસ્તુ ચાવીને ખાવાથી દાંત સારા રહે છે. દાંત પીળા પડી ગયા હોય તો મીઠું દાંતે ઘસવાથી પીળાશ જતી રહે છે. પાકાં ટામેટાંનો રસ પીવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે. વડવાઈનું દાતણ પણ ચાલે, • ટૂથપેસ્ટ કરતાં લીમડાનું દાતણ સારુ કપૂર, કોલસો, ફટકડી, કાથો, હળદર સરખા ભાગે લઈ પાઉડર બનાવવો. તે સારો અને સસ્તો પડશે, કણજી, વડ કે નિમ્બનું દાતણ શ્રેષ્ઠ ગણાય