સાબરકાંઠા જીલ્લાના તલોદ ખાતે રહેતા એક પરીવારના મોભીએ પોતાના બાપદાદાની જમીન રીગાન્ટ કરવા માટે કોર્ટ કચેરીના ધકકા ખાવા છતાં તેમાં સફળતા ન મળી હોવાનો આક્ષેપ કરીને ઉપવાસ પર ઉતરવાની ચિમકી આપી તે અંગે ગુરૂવારે જીલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી છે.
આ રજુઆતમાં તલોદના બળવંતભાઈ મોહનભાઈ વણકરે કરેલા આક્ષેપ મુજબ તેમના બાપદાદાની તલોદમાં આવેલ સર્વે નં. ૧૯૯/અ ની જમીન ગમે તે કારણોસર રીગ્રાન્ટ કરવા માટે હાઈકોર્ટ તથા સંલગ્ન વિભાગની કચેરીઓમાં આધાર પુરાવા સાથે રજુઆત કરી હોવા છતાં તેમને ન્યાય મળ્યો નથી. હાઈકોર્ટ આ જમીન રીગ્રાન્ટ કરવા માટે કરેલા આદેશનું પાલન ન થતુ હોવાનું જણાવીને આખરે તેમણે ન્યાય મેળવવા માટે ઉપવાસ પર બેસવાનું નક્કી કર્યું છે અને તે અંગે ગુરૂવારે જીલ્લા કલેકટરને લેખિત જાણ કરીને તમામ જવાબદારી સરકારને માથે થોપી દીધી છે