ઔદ્યોગિક કામદારો અને તેમના કુટુંબીજનોને તબીબી સારવાર આપવા કામદાર રાજ્ય વીમા યોજના માટે રૂ.૧૮૦ કરોડની જોગવાઇ કરાઇ છે. આ યોજના હેઠળ ૧૫,૭૮,૬૭૦ કામદારો તથા તેમના પરિવારોને તબીબી સવલતો પુરી પાડવામાં આવે છે. શ્રી પટેલે કહ્યું કે, નાગરિકોને ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર માટે રૂ.૭૩ કરોડની જોગવાઇ કરાઇ છે. ગુણવત્તાયુક્ત ખોરાક નાગરિકોને મળી રહે તે માટે તંત્ર દ્વારા સઘન ચેકીંગ ઝુંબેશ હાથ ધરાઇ છે. તળેલા તેલનો વારંવાર ઉપયોગ નાથવા માટે ૨૫ જેટલા ટેસ્ટો-૨૭૦ મશીનની ખરીદી કરી છે. તેનાથી સ્થળ ઉપર તળેલા તેલની તપાસ કરવામાં આવે છે.
આમ રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય સારૂ રહે તે માટે અમારૂ નક્કર આયોજન છે. આ માંગણીઓ વિધાનસભા ખાતે પસાર કરાઇ હતી.