[:gj]ગુજરાતનો વિશ્વ વિક્રમ 6 કરોડ લોકોએ 15 દિવસમાં અનાજ મેળવ્યું[:]

[:gj]એપ્રિલ માસમાં ૬ કરોડ કાર્ડધારકોની માટે માત્ર ૧પ દિવસના ટૂંકાગાળામાં ૧૭૦૦૦ દુકાનોએથી ૧.૮૮ લાખ મે.ટન ઘઉં-૭ર હજાર મે.ટન ચોખા- ૧૬ હજાર મે.ટન ખાંડ- ૧૩પ૦૦ મે.ટન ચણાદાળ- ૮૧૦૦ મે.ટન મીઠાનો જથ્થો જીલ્લા-તાલુકા-ગ્રામ્યકક્ષાએ વિતરણ માટે પહોંચાડવામાં આવ્યું છે. સમગ્રતયા રાજયની કુલ જનસંખ્યા ૬.પ કરોડ પૈકી ૯ર ટકા એટલે કે ૬ કરોડ જેટલા લોકોને કોરાના વાઇરસ સંક્રમણને કારણે ઉભી થયેલ લોકડાઉનની સ્થિતિમાં માત્ર ૧પ દિવસના ટૂંકાગાળામાં રાજય સરકાર ધ્વારા અનાજ વિતરણનો લાભ મળી રહયો છે.

વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ-કોવિડ-19ના સંક્રમણને કારણે સર્જાયેલી લોકડાઉનની સ્થિતીમાં ગુજરાતે રાજ્યની કુલ જનસંખ્યાના ૯ર ટકા જેટલા લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણના સફળ પ્રયોગ દ્વારા દેશને જાહેર વિતરણ વ્યવસ્થાનો 15 દિવસનો અનોખો વિશ્વ વિક્રમ થયો છે.
વિનામૂલ્યે અનાજ  રાજ્યના વહિવટીતંત્ર અને અન્ન નાગરિક પુરવઠા વિભાગને પ્રેરિત કર્યા હતા.
એપ્રીલ-ર૦ર૦ માસમાં ઘઉં, ચોખા, દાળ, ખાંડ અને મીઠાનો જથ્થો વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.

૬પ.૪૦ લાખ જેટલા કાર્ડધારકોમાંથી રોજના ૧૦ થી ૧પ લાખ લાભાર્થીઓ એમ બધા જ લાભાર્થીઓએ પણ આ અનાજ વિતરણનો લાભ માત્ર ૪ દિવસોમાં મેળવ્યો છે. પરપ્રાંતમાંથી રોજગાર મેળવવા માટે આવેલા છે તેવા શ્રમિકો, કામદારો અને જેમની પાસે રેશનકાર્ડ નથી તેવા વર્ગના ગરીબોને અન્ન બ્રહમ યોજના અંતર્ગત ઘઉં, ચોખા, ખાંડ દાળ અને મીઠું સહિતની ખાધ્ય સામગ્રી આ લોકડાઉનના સમયમાં  પ લાખ લાભાર્થીઓને અનાજ અપાયું છે.
૩.૪૦ લાભ ગરીબી રેખા નીચેના (બીપીએલ) કુટુંબોને કે જેમને માત્ર ખાંડ અને મીઠાનો જથ્થો તેમના કાર્ડ પર મળતો હતો તેમને પણ પ્રવર્તમાન સ્થિતિમાં ઘઉં, ચોખા, દાળનો જથ્થો વિનામૂલ્યે આપવામાં આવે છે.

રાષ્ટ્રીય અન્ન્ સુરક્ષા કાયદા હેઠળ સમાવેશ ન કરાયેલ તેવા રાજયના એ.પી.એલ.૧ રેશનકાર્ડ ધરાવતા ૬૦ લાખથી વધુ મધ્યમવર્ગીય પરિવારોના ર.પ કરોડથી પણ વધુ લોકોને લોકડાઉનની આ સ્થિતિમાં એપ્રિલ-ર૦ર૦ માસમાં વિનામૂલ્યે ઘઉં,ચોખા, ખાંડ અને ચણાદાળ / ચણાનો જથ્થો સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી તારીખ ૧૩/૪/ર૦ર૦ થી વિતરણ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો.

આમ,
રાજયનો કોઇ નાગરિક ભૂખ્યો ન સૂવે તેવી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રુપાણીની સંવેદનશીલતાને અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ, અન્ન નાગરિક પુરવઠા નિયામક હેઠળના જીલ્લા પુરવઠા અધિકારીશ્રીઓ અને નાગરિક પુરવઠા નિગમના જીલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ તથા કર્મયોગીઓએ મળીને સાકાર કરી છે.[:]