તીડ પ્રભાવિત વિસ્તારના ખેડૂતો માટે રૂા.૩૧.૪૫ કરોડનું સહાય પેકેજ જાહેર. રાજ્યના તીડ પ્રભાવિત વિસ્તારના ૧૧,૦૦૦થી વધુ ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂા.૧૮,૫૦૦ સુધીની સહાય ચૂકવાશે. બે હેક્ટરની મર્યાદામાં કુલ રૂા.૩૭,૦૦૦ સુધીની સહાય સરકામર આપશે. એસ.ડી.આર.એફ.ના ધારાધોરણ ઉપરાંત રાજ્ય સરકાર પ્રતિ હેક્ટર વધારાના રૂા.૫૦૦૦ ચૂકવશે. બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કુલ ૨૮૫ ગામોના કિસાનોને લાભ. ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન વાળા ખેડૂતોને વળતર મળશે. તીડથી અસરગ્રસ્ત અંદાજિત ૨૫,૨૨૨ હેક્ટર વિસ્તારમાંથી આંદાજે ૧૭ હજાર હેકટર વિસ્તારને ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન મટે ચૂકવાશે. એમ કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ કહ્યું હતું. જોકે જ્યારે તીડનું આક્રમણ હતું અને ખેડૂતો કૃષિ પ્રધાન અને મુખ્ય પ્રધાન પર ખફા હતા ત્યારે સરકાર તરફથી તેઓએ પ્રજાને વિગતો આપવા આવવનું ટાળ્યું હતું તેમણે અપજશ લેવા તેમના વિભાગના સચિવને આગળ ધરી દીધા હતા. હવે જશ લેવા કૃષિ પ્રધાને પોતે આવીને પ્રજા સમક્ષ જાહેરાત કરી છે. તે પણ ખેડૂતોના નુકસાનની માંડ 1 ટકો સહાય છે.
18મી ડિસેમ્બર 2019ના દિવસે બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં રાજસ્થાન અને પાકિસ્તાનની દિશમાથી કરોડોની સંખ્યામાં થયેલા તીડના 8 દિવસના આક્રમણથી આ વિસ્તારમાં ઉભા પાકને વ્યાપક નુકશાન થયું હતું. કૃષિ વિભાગે નુકશાનીનો સરવે કરી અંદાજે ૧૧ હજાર ખેડૂતો માટે આ તીડ સહાય જાહેર કરી છે. ખેડૂતોના પાકને ૩૩ ટકા કે તેથી વધુ નુકશાન તીડના આક્રમણથી થયું હશે તેવા ખેડૂતોને બે હેકટરની મર્યાદમાં વળતર ચૂકવવામાં આવશે.
આમ હેક્ટરે રૂ.18 હજા, એકરે રૂ.7500 અને વીઘે રૂ.3000 હજારની સહાય સરેરાશ ગણી શકાય છે. તેનો મલબ એ થયો કે, ખેડૂતોને તીડ ઉડાવવા જે મહેનાત 8 દિવસ કરવી પડી હતી તેની મજૂરી જેટલી સહાય સરકારે આપી છે. ખેડૂતોએ મોલ માટે કરેલું ખર્ચ, ખાતર, દવા, પાણી, મજૂરી, બિયારણ જો ગણવામાં આવે તો ખરેખર નુકસાન 25 હજાર હેક્ટર પ્રમાણે રૂ.75 હજારનું ખર્ચ એક એકરે અને હેક્ટરે 2 લાખ જેવું ખર્ચ થઈ ગયું હતું. પાક તૈયાર હતો તેથી તેમાંથી સરેરાશ 3 લાખની આવક થવાની હતી. એટલે કે ખેડૂતને હેક્ટર દીઠ રૂ.3 લાખના નુકસાનની સામે માંડ 3 હજાર વળતર આપશે. જે તીડ ઉડાવવાની મજૂરી બરાબર છે.
જોકે, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પોતાની આખી ટીમ લઈને દેખાવ કરવા માટે થાળી અને વેલણ લઈને તીડ ઉડાવવા ગયા હતા તેમને આવી કોઈ મજૂરી આપી નથી.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લાના તીડ પ્રભાવિત વિસ્તારના ૧૧,૦૦૦થી વધુ ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂા.૧૮,૫૦૦ સુધી બે હેક્ટરની મર્યાદામાં કુલ રૂા.૩૭,૦૦૦ સુધીની ૩૧.૪૫ કરોડની સહાય આપવામાં આવશે. કેન્દ્ર સરકારના એસ.ડી.આર.એફ.ના ધારાધોરણ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રતિ હેક્ટર વધારાના રૂા.૫૦૦૦ સહિત બે હેક્ટરની મર્યાદામાં કુલ રૂા.૩૭,૦૦૦ સુધીની સહાય ચૂકવવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લાના ૧૩ તાલુકાના ૨૮૦ ગામ અને પાટણ જિલ્લાના ૦૨ તાલુકાના ૦૫ એમ કુલ ૨૮૫ ગામોના ખેતરો પર તીડ આક્રમણથી અસરગ્રસ્ત ૨૪,૪૭૨ હેક્ટર તેમજ પાટણ જિલ્લામાં ૭૫૦ હેક્ટર એમ તીડ અસરગ્રસ્ત કુલ ૨૫,૨૨૨ હેક્ટર વિસ્તાર પૈકી અદાજિત ૧૭ હજાર હેકટર વિસ્તારને સહાય આપવામાં આવશે.
ડી.બી.ટી.થી ખેડૂતોના ખાતામાં સીધી જમા કરાશે. આ ઉપરાંત હજી પણ બાકી રહી ગયેલા ખેડૂતોને તેમની રજૂઆત મુજબ જરૂર જણાયે સરવે કરીને સહાય કરવામાં આવશે.
કેન્દ્ર સરકારની તીડ નિયંત્રણ કરતી ૧૮ ટીમોની મદદ લઇ હેવી ડોઝવાળી દવાઓનો છંટકાવ શરૂ કરાવ્યો હતો. જે વિસ્તારમાં ખૂબ મોટું તીડનું ઝુંડ વિસ્તરેલું હતું તે વિસ્તારમાં તીડના ઝુંડને ઝડપથી નિયંત્રણમાં લેવા ખૂબ જ જરૂરી હતા ત્યાં ખેડૂતો અને તેમના પરિવારો દ્વારા વાસણ ખખડાવી અને ધુમાડો કરીને તીડને નિયંત્રણ કરવા માટે મળેલા લોક સહયોગને પગલે નુકસાનીને અટકાવવામાં સફળતા મળી છે.
આ ઉપરાંત દાડમની ખેતી કરતા સ્થાનિક ખેડૂતો પાસેથી દવાના છંટકાવ માટે વપરાતા ૧૦૪ જેટલા ટ્રેક્ટરો મેળવીને હેવી ડોઝની દવાઓનો મારો ચલાવીને પણ આ તીડ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જીરું, રાયડો, ઘઉં અને એરંડા જેવા પાકોને વધુ નુકસાન થયું હોવાનું કૃષિ વિભાગના સર્વેમાં ધ્યાને આવ્યું છે. એમ કૃષિ વિભાગે જાહેર કર્યું છે.