ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડીયા દ્વારા ઇન્ડસ્ટ્રીયલટ્રાન્સફેટ નું નિયમ FDA પ્રમાણે થશે પરંતુ ગુજરાતમા અલગ અલગ તેલથી બનતી વાનગીમાં શા માટે તેલની વિગત લખવામાં આવતી નથી તેના માટે નિયમ બનાવો : ડો. જગદીશચંદ્ર દાફડા
ગુજરાતમાં અનેક પ્રકારના તેલથી વાનગીઓ બને છે અને લોકોના આરોગ્ય સાથે તેને નુકસાન થાય તેમજ આર્થીક રીતે પ્રજા લૂંટાઈ રહી છે. વાનગી અને ફરસાણ પાનીપૂરી વિગેરે પામોલીન તેલથી તળાવામાં આવે છે જેથી દરેક વેચનારે તેલ કઈ વાનગીમાં બનાવવામાં આવે છે તે તેમની દુકાન આગળ મોટા અક્ષરે જાહેર કરવું જોઈએ એટલે કે મગફળી, સોયાબીન, કપાસિયા અને પામોલીન તેલ તે જાહેર કરવું જોઈએ. જે વાનગી કે ફરસાણ કે મીઠાઈ લેનાર ને જાન કરાવી જોઈએ. ફરજીઆત રાખવું જોઈએ. આ નિયમન માટે ફૂડ ઇન્સ્પેક્ટર અને આરોગ્ય અધિકારી ચેક કરવું જોઈએ. NCP માંગ કરે છે કે પ્રજાને લૂંટવામા આવે છે તે બંધ કરે અને સરકાર તેમાં સત્વરે પગલા લે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (FSSAI) નાં સ્ટાન્ડર્ડ પ્રમાણે રાજ્ય સરકાર પગલા લે. તહેવારોના સમય NCP આ બાબતે પ્રજાને જાગૃત કરવા કાર્યક્રમ કરશે.