આમ આદમી પક્ષ દ્વારા દરેક ગામમાં ગામ બચાવો સમિતિ રચવાનું નક્કી કર્યું છે..પક્ષના મહામંત્રી રાજેશ પટેલે જણાવ્યું હતું કે મારુતિ કાર કંપની આસપાસના ગામમાં ગામ સમિતિ રચવામાં આવી છે. ત્રણ કાર કંપની આવી છે પણ રોજગારી આવી નથી.
દ્વારા નીચે ના મુદ્દાઓ ઉપર આગામી સમય માં કામ કરવામાં આવશે
1..બેચરાજી અને માંડલ તાલુકા ના ગામડા માં છેલ્લા 2 મહિના થી લાઈટ ઈરાદા પૂર્વક બંદ કરવામાં આવે છે.
ભર ઉનાળા માં 43° ગરમી થી લઈને વરસાદી વાતાવરણમાં પણ 7 કલાક તો કોઈ દિવસ 3 કલાક અને કેટલાક વખત આખો દિવસ લાઈટ કાપવામાં આવે છે જ્યોતિગામ ની મોટી મોટી વાતો કરનાર ભાજપ સરકાર આ લાઈટ કાપ જાણી જોઈને કરે છે એવું લાગી રહ્યું છે કારણકે આ બને તાલુકા કૉંગ્રેસ ના હાથ માં છે અને લોકો હેરાન થાય તો કૉંગ્રેસ ને નુકશાન થાય એવો બદ ઇરાદો લાગે છે .
લાઈટ જવાની જાણ ઉર્જા મંત્રી થી લઈને GEB ના ઉપ અધિકારીઓ સુધી કરેલ છે પરંતુ બધા એ ખોખલા આશ્વશન આપ્યા છે .
ઉદ્યોગકારો ને વીજળી મળતી હોય તો ગ્રામજનોને કેમ નહીં મારુતિ, હોન્ડા ને વિજળી રેગ્યુલર આપવા માં આવે છે તે બહુ સારી વાત છે પરંતુ ગામડા ના ભોગે આપવામાં આવે છે એ કયારેય ચલાવી નહીં લેવાય
તારીખ 25જુલાઈ સુધી માં સમસ્યા નો હલ કરવામાં નહીં આવેતો છેલ્લે કોઈ વિકલ્પ ના હોવા થી અમે મોટું આંદોલન રેલી સ્વરૂપે કરવું પડશે .
આ માટે આવતી કાલે 23 તારીખે પોલીસ મંજૂરી માટે માગણી કરવામાં આવશે અને મંજૂરી મળ્યા બાદ ગામે ગામ થી GEB સબ સ્ટેશન ખાતે રેલી ભેગી થશે અને ત્યાર બાદ મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવશે .
*મુદા નંબર 2*
ગૌચર અને પડતર જમીન ઔદ્યોગિક વિકાસ માટે આપવામાં આવી એ વખતે વિરોધ કર્યો હતો પરંતુ એ સમયે સ્થાનિક લોકો ને ઓછામાં ઓછી 30% રોજગારી મળી રહેશે એવી બાંહેધરી આપવામાં આવી હતી. પરંતુ આ કંપનીઓ આ નિયમ ને ઘોરી ને પી ગયા હોય એવું લાગે છે આજે મહેસાણા જિલ્લાના અને અમદાવાદ ગ્રામ્ય ના અસંખ્ય શિક્ષતિ અને અશિક્ષિત યુવા બેરોજગાર છે અને જો કોઈને નોકરી રાખેતો પણ કાયમી ધોરણે કરતાં નથી . ઘર ના છોકરા ઘંટી ચાટે અને પાડોશી ઓ ને આટો
આના લીધે બહુચરાજી અને વિઠ્ઠલાપુર બિનપ્રાંતિઓ નું હોય એવું લાગી રહ્યું છે. અત્યારે થોડાક સમય માં આવી હાલત છે તો આગામી દિવસો માં કેવી હશે એની ચિંતા આજે દરેક ગ્રામજનો ને સતાવે છે .
આ કંપનીઓ વાળા CSR એકટીવીટી જેવી કે સંડાસ બનાવવા , મિનલર પાણી , સ્કૂલમાં નાની મોટી સહાય દ્વારા આજુબાજુ ના ગામ વાળાના દિલ જીતવા પ્રયત્ન કરી રહયા છે પરંતુ ગામ માં કેટલા બેરોજગાર છે એના કેમ્પ આજ સુધી કર્યા નથી.અને કેટલા સ્થાનિક લોકો ને નોકરી એ રાખ્યા છે એની માહિત RTi દ્વારા માંગવા આવી પરંતુ એનો પણ કોઈ જવાબ આપેલ નથી .
જો જે રાજ્ય માં ઉદ્યોગ હોય અને એ રાજ્ય ના લોકોને નોકરી નો લાભ ના મળે તો આવા ઉદ્યોગ શુ કામના .
આવી અનેક સમસ્યાઓ ને ધ્યાન માં લઈને *ગામ બચાવો સમિતિ* નું નિર્માણ કરવાનું નક્કી કરેલ છે અને જેમાં દરેક ગામ માંથી એક વ્યક્તિને આ સમિતિ માં સભ્ય બનાવવામાં આવશે અને આ સમિતિ રોજગારી માટે મુખ્યત્વે કામ કરશે અને ભવિષ્યમાં કોઈ ઘટના ના બને એ માટે બિનપ્રાંતિઓ જેને આ કંપનીઓ નોકરી રાખ્યા છે એમનું લિસ્ટ પોલીસ સ્ટેશનમાં છેકે નહીં એ પણ ધ્યાન રાખશે .
આ સમિતિ ની પહેલી બેઠક આગામી 10 દિવસ માં રાખવામાં આવશે અને આગામી રણનીતી નક્કી કરવામાં આવશે.