ત્રણ બીએડ કોલેજો બંધ થશે

ગુજરાતની ત્રણ બીએડ કોલેજોમા પ્રાઘ્યાપકોની નિમણુક નહી કરતા નવા સત્રથી વધુ ત્રણ સરકારી અનુદાનિત બીએડ કોલેજો બંધ થતા 150 બેઠકો ઓછી થશે.
ગઇકાલે મળેલી એન.સી.ટી.ઇ.ની બેઠકમા ગુજરાતની ત્રણ બીએડ કોલેજોને બંધ કરવા નોટીસ આપવામાં આવી હતી જેમાં સુરેન્દ્રનગરની મૈત્રી વિદ્યાપીઠ, મહેસાણાની વિવેકાનંદ તથા ભરૂચની બીએડ કોલેજનો સમાવેશ થાય છે.
રાજય સરકારના શિક્ષણ વિભાગે સરકારી અનુદાન પાળી આ ત્રણ બીએડ કોલેજોમાં પ્રોફેસરોની નિમણુક નહી કરતા આ કોલેજો બંધ થશે. રાજય સરકાર દ્વારા ભરતી અંગેની જાહેરાત એક વર્ષ પહેલા આપવામા આવી હતી પરંતુ પ્રઘ્યાપકોની ભરતી માટે કોઇ કાર્યવાહી નહી કરતા ત્રણ બીએડ કોલેજો બંધ કરવા એન.સી.ટી.ઇ દ્વારા નોટીસ આપવામા આવી છે.
આ ત્રણ સરકારે અનુદાનિત કોલેજો બંધ થતા 150 જેટલી બેઠકો ઘટશે અને ઉંચા મેરીટ ધરાવતા છાત્રોને પણ ખાનગી કોલેજોમાં એડમીશન લેવાની ફરજ પડશે.