ત્રણ વર્ષે ફી વધારો કરી લૂંટવાની છૂટ આપતા ભૂપેન્દ્ર ચૂડાસમા

માસ્ટર્સ ઇન બિઝનેશ એડમિનિસ્ટ્રેશન, માસ્ટર્સ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન, એન્જિનિયરિંગ, આકિર્ટેકટ અને ફાર્મસી જેવા પ્રોફેશનલ કોર્સ ચલાવતી શૈક્ષણિક સંસ્થાઓ ત્રણ વર્ષના બ્લોકમાં એકવાર ફી રેગ્યુલેટરી કમિટીમાં મંજૂર માટે ગયા વિના જ પાંચ ટકા સુધીનો ફી વધારો કરવાની છૂટ આપતું વિધેયક ગુજરાત વ્યાવસાયિક ટેકનિકલ શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓમાં પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ સુધારા વિધેયક 2019ને ગુજરાત વિધાનસભામાં બહુમતીથી મંજૂરી આપવામાં આવી છે.

કોઇ જ ફેરફાર કરવામાં આવ્યો નથી
સરકારી અને અનુદાન લેતી સંસ્થાઓની સો ટકા બેઠકો સરકારી બેઠક તરીકે જોગવાઇ કરવામાં આવી છે. તેમાં આ વિધેયક લાવીને કોઇ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સાથે જ એમ.બી.એ., એમ.સી.એ., એન્જિનિયરિંગ, આર્કિટેકટ, અને ફાર્મસીમાં પ્રવેશ માટે મેનેજમેન્ટનાં કવોટા અત્યારે 25 ટકા છે તે વધારીને 50 ટકા કરી આપવામાં આવ્યો છે. જોકે. પ્રવેશ ફી નકકી કરવા માટેની વર્તમાન કાયદાકીય જોગવાઇઓનો ભંગ કરનારી સંસ્થાને કરવામાં આવતા દંડની રકમ રૂા. 20 લાખથી વધારીને રૂા. 50 લાખ કરી નાખવામાં આવી છે. સ્વનિર્ભર સંસ્થાઓ અને ખાનગી યુનિવર્સિટીઓ પહેલીવાર 15 ટકા નોન રેસિડન્ટ બેઠક સહિત ઓલ ઇન્ડિયાને ધોરણે ગુજરાત સહિતના અન્ય રાજયના વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકે તેવી જોગવાઇ આ વિધેયકના માધ્યમથી કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે રાજયના પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ મેળવતા અને પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓની સામે ઉપલબ્ધ બેઠકોની સંખ્યા વધારે છે.

વિજ્ઞાન પ્રવાહમાંથી સરેરાશ 40,000 વિદ્યાર્થીઓ પાસ
ડિગ્રી એન્જિનિયરિંગ માટે અંદાજે 73 હજાર બેઠકો ઉપલબ્ધ કરવામાં આવેલી છે. તેની સામે ગુજરાતમાં દર વર્ષે બારમાં ધોરણના વિજ્ઞાન પ્રવાહમાંથી સરેરાશ 40,000 વિદ્યાર્થીઓ પાસ થાય છે. આમ કુલ ઉપલબ્ધ બેઠકના 50 ટકા બેઠકો પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ ખાલી રહે છે. શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે રાજયમાં પ્રોેફેશનલ અભ્યાસક્રમોમાં સ્વનિર્ભર સંસ્થાઓની હાલની મેનેજમેન્ટ કવોટાની 25 ટકા બેઠકો ભરવાની જોગવાઇ કરવામાં આવેલી છે. તેમ છતાંય ખાનગી સંસ્થાઓમાં છેલ્લા થોડા વર્ષોથી અંદાજે 50 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમ કરવાથી નિર્ણય લેવામાં આવ્યો છે.

પાંચ ટકાની મર્યાદામાં ફી વધારો
તેમ કરવાથી સ્વનિર્ભર સંસ્થાઓ ખાનગી યુનિવર્સિટીઓ પ્રવેશના પ્રથમ રાઉન્ડમાં જ એન.આર.આઇ.તમ જ ગુજરાત બહારના વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ કવોટામાં અરજી કરવાની છૂટ આપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે ખાનગી યુનિવર્સિટી અને સ્વનિર્ભર સંસ્થાઓમાં ચલાવવામાં આવતા પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં ત્રણ વર્ષે એક વાર પાંચ ટકાની મર્યાદામાં ફી વધારો કરાવવા માંગતા હોય તો તેમણે ફી વધારા માટે ફી નિર્ધારણ કમિટિ સમક્ષ હાજર થવું પડશે નહિ. પરિણામે આ સંસ્થાએ અને એફઆરસીને વહીવટમાં સરળતા રહેશે.

રજૂઆત કરીને ન્યાય મેળવી શકાય
આ વધારો કરવા માટે સંબંધિત સંસ્થાઓ નિર્ધારિત કરવામાં આવેલી એફિડેવિટમાં ડિકલેશન અને અન્ડરટેકિંગ-બાયધરી આપીને તેમની વિગતો રજૂ કરવાની રહેશે. એડવાન્સ રૂલિંગ ઓથોરિટી દ્વારા જુદાં જુદાં રાજયમાં એક જ વિષય અંગે જુદા જુદા ચૂકાદાઓ અને નિર્ણયો કરવામાં આવે તો તેવા સંજોગોમાં નેશનલ એપેલેટ ટ્રિબ્યુનલમાં રજૂઆત કરીને ન્યાય મેળવી શકાય અને આખા દેશમાં એક સમાન જોગવાઇને અમલી બનાવી શકાય તે માટે નેશનલ એપલેટ ટ્રિબ્યુનલની રચના કરવાની જોગવાઇ પણ આ સુધારા વિધેયકમાં લાવવામાં આવી છે. ઇ-કોમર્સના સેકટરના સુધારાઓને પણ આ સુધારા વિધેયકમાં આવરી લેવામાં આવ્યા છે.