થરાદ સાંચોર રોડ પર અકસ્માતમાં લોઢનોરના યુવક પટેલ વિક્રમ હેમજી ઉ.વ. ૨૦ નું મોત થયું હતું. જયારે એકને ઇજા થતાં નગરની જેજે પટેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા થરાદ ૧૦૮એ દોડી જઇ સારવાર અર્થે ખસેડાયો હતો. બનાવથી ચકચાર મચવા પામી હતી. ક્રેન સાથે મોટરસાયકલ ટકરાવાથી ઘટના સર્જાઇ હતી.