થરાદમાં સવા પાંચ લાખના લાલચટાક દોડમની ચોરી

થરાદ માર્કેટયાર્ડમાંથી સોમવારે ૨૧ ટન દાડમ ભરી દિલ્હી જવા રવાના થયેલો ટ્રક ૫ દિવસ સુધી દીલ્હી ન પહોચાડી ટ્રકમાં ભરેલા ૫.૨૫ લાખના દાડમનું ટ્રક ચાલક અને ટ્રક માલિકે ચોરી કરી વેચી માર્યા છે. થરાદના કરણપુરા ગામે રહેતા અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા ઇશ્વરભાઇ નાનજીભાઇ અને તેમના ભાગીદાર અમરસિહએ સોમવારે વેપારી તૌફીક એહમદ અને ફીરોજઅલીના ૨૧ ટન દાડમ આશરે કિંમત રૂ.૫,૨૫, ૦૦૦ દિલ્હીના આજાદપુર માર્કેટમાં મોકલવા મોનું રામચરણની ટ્રક નં . એચઆર – ૭૪ – એ – ૩૯૧૭માં ભરાવી ટ્રક દિલ્હી જવા રવાના કરી હતી. જો કે તે બાદ ટ્રક ડ્રાયવરે પોતાના ફોન પરથી ટ્રાન્સપોર્ટના અમરસિંહને ફોન કરી રૂ. ૧૦ હજાર ડીપોઝીટ લીધી હતી. પરંતુ તે બાદ ટૂંક સમયસર દિલ્હી ન પહોંચતા અમરસિંહએ ડ્રાયવરને ફોન કરવા કોશીશ કરી તો ફોન લાગ્યો નહી જ્યારે ટ્રક માલિક મોન રામચરણનો સંપર્ક કરતા તેમનો પણ સંપર્ક થયો ન હતો. જો કે ટ્રક રવાના થયાના ૫ દિવસ સુધી દાડમ દિલ્હી ન પહોચતા તપાસ કરતાં ડ્રાયવર અને ટ્રક માલિકે વિશ્વાસઘાત કરી દાડમનુ બારોબારીયુ કર્યાનું જણાતા ટ્રાન્સપોર્ટ સંચાલક ઇશ્વરભાઇ નાનજીભાઇ પટેલએ થરાદ પોલીસ મથકે ટ્રક માલિક મોનુ રામચરણ શર્મા અને ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.