પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરી 2019માં મુખ્ય પ્રધાન થરાદ આવી રહ્યાં છે. ત્યારે સરકાર પર દવાણ વધી રહ્યું છે કે, બનાસકાંઠા જિલ્લાના બે ભાગ કરીને વધું એક 34માં જિલ્લો બનાવવાની માંગણી ફરી એક વખત જોર પકડી રહી છે. લોકો એવી માંગણી કરી રહ્યાં છે કે, બનાસકાંઠાને બે જિલ્લામાં વિભાજીત કરીને નવો જિલ્લો 26 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવે. જેનું નામ થિરપુર જિલ્લા તરીકે નામ આપવામાં આવે એવી માંગણી પણ થઈ છે. વડું મથક થરાદ અથવા ભાભર રાખવાની માંગણી છે. તે માટે બન્ને તાલુકાના લોકો ખેંચતાણ કરી રહ્યાં છે. પણ ભૌગોલિક રીતે ભાભરને યોગ્ય સ્થળ માનવામાં આવે છે.
બનાસકાંઠા જિલ્લાના બે ફાડિયા કરીને થરાદને અલગ જિલ્લો બનાવવાની લાંબા સમયથી માંગણી થઈ રહી છે. ઓગસ્ટ 2015માં રાજ્ય સરકારે થરાદને અલગ જિલ્લો બનાવવા માટે શક્યતા દર્શી અહેવાલ મંગાવ્યો હતો. જેમાં અગલ જિલ્લો બનાવવામાં આવે તો લોકોની સમસ્યા હળવી થાય અને રાજકીય અન્યાય દૂર થઈ શકે એવી વિગતો અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા અલગ જિલ્લો બનાવવા અંગે નાયબ કલેકટરનો અભિપ્રાય મંગાવવામાં આવ્યો હતો. થરાદના નાયબ કલેકટરે ભૌગોલિક રીતે થરાદ જિલ્લો બનાવાને યોગ્ય હોવાનો અહેવાલ આપ્યો હતો.
જોકે બનાસકાંઠા જિલ્લાના ભાગલા પાડીને ભાભર તાલુકામાં વડું મથક રાખવા કે દિયોદર તાલુકાને કે થરાદમાં વડું મથક રાખવા માટે છેલ્લાં કેટલાંક દિવસોથી બનાસકાંઠાના શોસિયલ મિડિયામાં વિવાદ ચાલી રહ્યો છે.
2012ની વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે રાજ્યના સીમાંકનમાં ફેરફાર થતાં ઘણા નવા તાલુકાઓ અને જિલ્લાઓ નવા બન્યા હતા. ત્યારે બનાસકાંઠાને ત્રીજા નંબરના શહેર થરાદને જિલ્લા મથક બનાવવા થરાદ તાલુકાના સરપંચ મંડળ દ્વારા લેખિત રજૂઆત કરી હતી. થરાદના નાયબ કલેકટર શિવાજી એસ. તબિયારે 1948થી કાર્યરત થરાદ પ્રાંતમાં થરાદ, વાવ, ભાભર, દિયોદર અને કાંકરેજ વિસ્તારો આવી જતાં હતા.
બનાસકાંઠાના 14 તાલુકાઓમાંથી થરાદ, વાવ, સુઇગામ, ભાભર, દિયોદર અને લાખણી એમ 6 તાલુકાનો જિલ્લો જાહેર કરી થરાદને મુખ્ય મથક બનાવાથી વહીવટી કામોમાં સરળતા રહેશે એવું લોકો માની રહ્યાં છે. હાલનું જિલ્લા મથક પાલનપુર થરાદથી 90 કીમી દુર છે. થરાદ જિલ્લા મથક બને તો વાવ 12 કિ.મી., ધાનેરા 40 કિ.મી. સુઇગામ, ભાભર 35 કિ.મી. અને દિયોદરથી 40 કિ.મી. તેમજ લાખણીથી 26 કી.મી. થઈ શકે છે. તેથી લોકોને સરકીર કામ માટે 90 કી.મી. દૂર જવું પડશે નહીં.
થરાદ જિલ્લામાં આ તાલુકાનો સમાવેશ થઈ શકે
થરાદ, વાવ, સુઇગામ, ભાભર, દિયોદર, લાખણી
રાહ અને ટડાવ ગામને નવા તાલુકા જાહેર કરીને તાલુકા મથક તરીકે જાહેર કરી શકાય તેમ છે. થરાદના જેતડા, રાહ, પીલુડા, ભોરોલ જેવા ગામો વસ્તી,વેપાર અને વિસ્તારની દૃષ્ટીએ પણ વિકાસશીલ ગણાય છે.
થરાદએ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય અને રાજસ્થાનની આંતરરાજ્ય સરહદ તથા કચ્છના મોટા રણને અડીને આવેલો છે. કંડલાબંદરથી રાજસ્થાન, હરીયાણા, પંજાબ, દિલ્હી તેમજ ઉત્તરભારતનાં અન્ય રાજ્યોને જોડતો રાષ્ટ્રીય ધોરી માર્ગ 15 થરાદમાંથી પસાર થાય છે.
થરાદમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના વિભાગોની મહત્વની કચેરીઓ થરાદમાં છે. જેમાં પાણી પુરવઠા, કૃષિ કોલેજ, માર્કેટ યાર્ડ, ખેતીવાડી કચેરી, નગરપાલિકા, કૃષિયુનિવરિસિટી, સરકારી અને ખાનગી કોલજ, આઇટીઆઇ, ડીવાયએસપી કચેરી, આરએફઓ, પીડબલ્યુડી (પંચાયત અને સ્ટેટ), નેશનલ હાઇવે, પેટાતિજોરી, નર્મદાનહેર(ત્રણ તાલુકાની) તથા સબ.જનરલ હોસ્પિટલ આવેલી છે.
અગાઉ રેલી કાઢીને અલગ જિલ્લો બનાવવા માટે માંગણી કરવામાં આવી હતી. કોંગ્રેસ અને આમ આદમી પક્ષ લોકોની માંગણીને ટેકો આપી રહ્યા છે. જ્યારે ભાજપે કોઈ જાહેરાત કરી નથી. 22, 2016, 03:36 AM
22 માર્ચ 2016માં થરાદતાલુકા પંચાયતના સભ્યોએ સામાન્ય સભામાં માંગણી કરી હતી કે, થરાદને અગલ જિલ્લો બનાવવામાં આવે. પણ શાસક પક્ષ ભાજપે તે ફગાવી દીધી હતી.
શું છે થરાદ
થિરકર, થારાપદ, ખિરાપદ, થિરાદ થિરપુર થિરાદ નામે ઓળખાતા વિસ્તારને હવે થરાદ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીન સમયમાં ધનવાન શહેર હતું. ફરતે પાકો ગઢ હતો. મારવાડનાં રજવાડાના આક્રમણથી રક્ષણ કરવા માટે આ ગઢની આજુબાજુ 30 ફૂટ ઊંડી ખાઇ હતી.
થિરપાલ ધરુએ સંવત 101માં થિરાદની સ્થાપના કરી હતી. થરાદ સાતમી વારનું વસેલું શહેર છે. ગૌતમ અદાણી અહીંના વતની છે. દેલવાડાનાં દેરાસરો બંધાવનારા વસ્તુપાળ અને તેજપાળની માતા કુમારદેવીનો જન્મ અહીં થયો હતો. 20 માર્ચ 2018માં શહેરની સ્થાપનાને 1973 વર્ષ પૂરા થયા છે.
થરાદ તાલુકો રણની કાંધી પર હોવાથી ઊનાળામાં ગરમ લૂ આવે છે. શિયાળામાં સખ્ત ઠંડી પડે છે. પ્રાચીન કાળમાં થિરાદ વિશાળ દરિયા કિનારે આવેલું હતું. થરાદના વિષમ વાતાવરણ અને ખારા પાણીના કારણે થરાદના વેપારીઓ બહાર જઇને વસ્યા છે.
કચ્છનું વિભાજન કરી નવો જિલ્લો બનાવવાની માંગ
પૂર્વ કચ્છને અલગ જીલ્લો બનાવવાની કાર્યવાહી શરૂ કરવાની પ્રક્રિયા રાજય સરકારે હાથ ધરી છે. ભારતના સૌથી મોટા જિલ્લા પૈકીના એક કચ્છને બે ભાગમાં કરીને બે જિલ્લા બનાવવાની માંગણી થઈ રહી છે. 21 લાખની વસતી અને 45,674 ચો.કી. વિસ્તારમાં કચ્છ વિસ્તરેલો છે. પૂર્વ કચ્છને અલગ જિલ્લો બનાવવામાં આવે તો વહીવટ માટે તે વ્યવસ્થા સારી રહેશે એવી રાજકીય ચળવળ શરૂ કરવામાં આવી રહી છે.
અલગ જિલ્લો બનાવીને ગાંધીધામને મહાનગર પાલિકા બનાવવાની માંગણી પણ તેની સાથે સામેલ છે. આદિપુરને નગરપાલિકા બનાવવાની પણ તેમાં વાત કરવામાં આવી છે.
વિરમગામ અલગ જિલ્લો બનાવો
અમદાવાદના વિરમગામ તાલુકાને અલગ જિલ્લો બનાવવાની માંગણી પણ વારંવાર થતી રહી છે. જે રીતે બોટાદને અમદાવાદથી અલગ કરીને સૌરાષ્ટ્રમાં તે ભેળવી દેવાયો તે જ રીતે વિરમગામને અલગ જિલ્લો કરીને સૌરાષ્ટ્રમાં તેનો સમાવેશ કરવાની લાંબા સમયથી માંગણી છે.