થરા પોલીસે બુધવારે રાત્રે પેટ્રોલિંગમાં નંબર પ્લેટ વગરના બાઇક ચાલકની પૂછપરછ કરતાં શખ્સે 4 બાઇક,એક એક્ટિવાની ચોરીની કબૂલાત કરી હતી. થરા પોલીસે નંબર પ્લેટ વગરના બાઇક સવાર લક્ષ્મણ પીરા રબારી (ઘાંઘોળ) (રહે.ખારીયા સીમ કેનાલની બાજુમાં તા.કાંકરેજ)ને પૂછપરછ કરતાં બાઇકના કાગળ રજૂ કરી શક્યો ન હતો. આથી પોલીસે શંકાના આધારે વધુ પૂછપરછ કરતા વાહન ચોરીની કબૂલાત કરી હતી, તેમજ બીજી ચોરીઓ બાબતે પુછપરછ દરમિયાન તેણે પાટણ શહેરમાંથી અલગ-અલગ જગ્યાએથી મોટર સાયકલો તથા એક્ટિવાની ચોરી કરવાનું કબૂલ્યું હતું. દરમિયાન થરા પોલીસે તમામ વાહનો કબજે લીધા હતા.
ચાર બાઈક અને 1 એક્ટિવા પોલીસે કબજે કર્યું
પાલીસે શખ્સ પાસેથી ચાર બાઈક અને એક એકટીવા સ્કુટર કબ્જે કર્યુ હતુ. જેમાં વીસેક દિવસ પહેલા પાટણ શિહોરી-ડીસા ત્રણ રસ્તા ઉપરથી હોન્ડા કંપનીનું ડ્રીમ યુગા બાઈક છે. મહીના પહેલાં પાટણ જૂના બસ સ્ટેન્ડ આગળ આવેલા સર્કલ ઉપરથી હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાઈક છે. છ મહીના પહેલાં પાટણ ગુગણી તળાવ ઉપરથી હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્રો જે છે. દોઢ વર્ષ અગાઉ પાટણ નવી કોર્ટ બાજુ માંથી એક એક્ટિવા છે.