થાળી વગાડી નરેન્દ્ર મોદીની યોજનામાં ભ્રષ્ટાચાર સામે અદાવાદના બોપલમાં આંદોલન

અમદાવાદના બોપલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવાસ યોજનાનો સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો છે. આ યોજનામાં ભાજપના નેતાઓ અને અધિકારીઓઆ સાથે મળીને ભ્રષ્ટાચાર કર્યો છે. મૂળ યોજના TP 241માં શરૂ કરવાના બદલે એકાએક સ્થળ બદલીને ટાઉન પ્લાનિંગ – TP 232 પર શરૂ કરી દેવામાં આવી છે. રાતો-રાત રાજકારણીઓની મિલી ભગતના કારણે આવું થયું છે. એ લોકોએ ખોટું કર્યું છે, પણ ખોટું કરવામાં પણ બુદ્ધિ વાપરી નથી. આ યોજના પહેલા TP 241 પર હતી તેને રાતો-રાત TP 232 પર લાવવામાં આવી છે. આ યોજના તો ખોટું કરીને બદલી દેવામાં આવી પરંતુ અહીં જે બોર્ડ લગાવવામાં આવ્યા છે, તેમાં પણ TP 241 જ લખેલું છે. જેના પરથી એવુ જ લાગે છે કે, આ લોકોએ 100% ભ્રષ્ટાચાર જ કર્યો છે.

બોપલ વિસ્તારમાં પુરતું બાંધકામ થઇ ગયું છે અને સરકાર દ્વારા વધારાનું બાંધકામ કરવામાં આવશે તો વિસ્તારમાં ગીચતા વધશે. ટ્રાફિક વધશે. જેના કારણે સ્થાનિક લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે.

સ્થાનિકોએ થાળી વગાડી અને ‘WE WANT JUSTICE’ના લખાણવાળા પ્લેકાર્ડ લઈ અને બેનરો લઇ સરકાર વિરોધી નારા લગાવી એક રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કર્યું હતુ. બેનરમાં લખ્યું હતું કે, ‘સરકારી વસાહતને અમુક લોકોના લાભાર્થે ગેરકાયદેસર રીતે રાતો-રાત જગ્યા બદલીને આપણા વિસ્તારમાં લાવવાના વિરોધમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે’.

5000 લોકો વસવાટ કરી રહ્યા છે, ત્યારે અહીં બનતા 546 આવાસમાં લગભગ 3000 લોકો રહેવા માટે આવશે ત્યાં આ રસ્તો આટલા બધા લોકોને ભાર ખમી શકે તેમ નથી. અહીં અત્યારે 40 ફૂટનો રોડ છે તે કોઈપણ કારણોસર મોટો થઇ શકે તેમ જ નથી.