અમરેલીના બાબરાનાં વાવડી ગામનાં બિન પક્ષીય સરપંચ રમેશ રાદડીયાની વિચારધારા કોંગ્રેસ તરફી છે. પણ ભાજપના ઉમેદવાર તેમનું ભાજપી કરણ કરી નાંખતાં તેમણે જાહેર ખુલાસો કરવો પડ્યો છે. સરપંચની ઘરે ચા પીવા માટે ઉમેદવાર આવ્યા હતા. તેમણે લાલચથી રામ-રામ કરી ભાજપનો ખેસ પહેરાવ્યો હતો. આ અંગે મને અને મારી ગ્રામ પંચાયતની ટીમ ઉપસરપંચ દિલીપ સરવૈયા, તેમજ આગેવાનો આઘાત અને દુઃખ થયું છે.
વિરજીભાઈ ઠુંમરના નજીકના ટેકેદાર રમેશ રાદડીયા ભાજપમાં જોડાયા છે તે તદ્યન વખોડી કાઢુ છું. હું કોઈ ભાજપમાં જોડાયો નથી. વિરજી ઠુંમરનો અંગત કાર્યકર્તા છું અને કોંગ્રેસ માટે પ્રચાર કરવાનો છું. વિરજી ઠુંમર ધારાસભ્ય ચુંટાયા બાદ અમારા ગામમાં અનેક યોજનાકીય કામો, પોતાની ગ્રાન્ટના કામો, તાલુકાને અછતમાં મૂકીને ખેડૂતોને મદદરૂપ થયા છે. વિરજી ધારાસભ્ય હતા ત્યારે વિમો મળ્યો હતો. પાછો 61% વિમો મળ્યો છે. અમારા મતે ધારાસભ્ય નહીં પરંતુબાબરા અને લાઠી તાલુકાનાં પરિવાર છે.
વિરજીભાઈની સાથે રહી કોંગ્રેસનાં ફરી ખેંસ પહેરી કોંગ્રેસનાં કામે લાગી ગયો છું અને આવી કોઈ અફવાઓ વગર તમામ કોંગ્રેસને મતત આપવા માટે કાર્યકર્તાઓ અને બાબરાનાં મતદારો થનગની રહૃાા છે. કોંગ્રેસનાં ઉમેદવાર પરેશભાઈને જીતાડવા અમો તમામ કામે લાગી ગયા છીએ. હવે ભાજપનાં કોઈ કાર્યકર્તા વાવડીમાં આવીને ધક્કો ન ખાય. તેમ રાદડીયા રમેશભાઈ તેમજ ગ્રામ પંચાયતની ટીમે જણાવ્યું હતું.