દમણ-દીવ વચ્ચે દોડશે રો-રો ફેરી

ગુજરાત ‘ઘોઘા-દહેજ’ રો-રો ફેરી બાદ હવે ભારત સરકાર ‘દમણ-દીવ-દમણ’ની રો-રો ફેરી કાર્યરત કરવા જઇ રહી છે. ભારત સરકારનાં શીપીંગ કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે. આ રો-રો ફેરીનાં આરંભથી હાલનું ૬૧૫ કી.મી નું અંતર ઘટીને માત્ર ૧૯૬ કી.મી.થઇ જશે, તથા હાલ જે ૧૦ કલાક જેટલો સમય લાગે છે, તે ઘટીને માત્ર ૨ કલાક થઇ જશે.

દમણ-દીવ રો-રો ફેરી માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવેલા છે