3 જાન્યુઆરી 2019થી નેશનલ ફીશવર્કસ ફોરમ સંસ્થાની આગેવાનીમાં મહાત્મા ગાંઘીની ભુમિ પોરબંદરથી માછીમારોની રેલી કાઢી દેશના 8400 કિમી દરિયા કિનારેૈ ફરેવવાનું નકકી કરાયેલ છે. 1965 થી સક્રિય કામ કરતી નેશનલ ફીશવર્કસ ફોરમની એક બેઠક વેરાવળમાં મળી હતી. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, આંઘ્રપ્રદેશ, બંગાળ સહીતના દેશના સમુદ્રતટીય રાજયોના માછીમાર સમાજના પ્રતીનીઘીઓ હાજર હતા. જેમાં જીએસટી, મુરારી સમિતિના અહેવાલની અમલવારી અને નવો આવી રહેલ સીઆરઝેડ કાયદાથી માછીમાર સમાજના અસ્તીત્વ સામે જોખમ ઉભુ થયુ હોય જેનો વિરોધ નોંઘાવવા સરકાર સામે મોરચો માંડવાનું નક્કી કરાયું હતું. આ બેઠકમાં કેન્દ્ર સરકારના નવા આવી રહેલ સીઆરઝેડ કાયદામાં દરીયા કિનારો તમામ પ્રકારના ઉઘોગો માટે ખુલ્લો મુકાશે તેવી અનેક માછીમાર સમાજ વિરૂઘ્ઘની જોગવાઇઓ કાયદામાં હોવાથી માછીમારોના સમાજનું અસ્તીત્વ ખતરામાં મુકાવવાની ભિતી ઉભી થઇ રહી છે. તેમ ફીશફોરમ સંસ્થાના ચેરમેન નરેન્દ્ર પાટીલએ કહ્જયું હતું.