પાટણના ૮૫ વર્ષના લક્ષ્મીબેનને વિધવા સહાયનો હુકમ મળતાં ચિંતા મુક્ત થઈ ગયા હતા. તેઓએ કહ્યું કે,” અમદાવાદ રહેતા મારા દિકરા ઘર ખર્ચના પૈસા મોકલે છે, પણ હવે મારે પરિવાર પાસેથી પૈસા માંગવાની જરૂર નથી રહી. વિધવા સહાયનો હુકમ મળ્યો છે. દર મહિને આર્થિક સહાય આપી મારા ઘડપણનો સહારો બની રહેશે.

2019માં નવા સુધારા મુજબ વિધવા મહિલાને સરકાર તરફથી દર મહિને 1250 રૂપિયા મળવાપાત્ર છે.
આણંદ કલેક્ટર કચેરીની વેબસાઈટ મુજબ
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા સહાય યોજના
તારીખ : 15/08/1995 – 31/03/2019 | સેક્ટર: સમાજ કલ્યાણ IGNWPS
હેતુ
વિધવા સ્ત્રીઓનું પુન:સ્થાપન.
ગ્રામિણ વિકાસ મંત્રાલય ધ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે. જેના અંતર્ગત ૧૮ વર્ષ કે તેથી વધુ વયની ગરીબી રેખા નીચે જીવતી દરેક વિધવાને તથા ભારત સરકારશ્રીના સમયાનુસાર સુધારેલા ધારા-ધોરણો મુજબ લાયકાત ધરાવતાં હોય તેવા લાભાર્થિઓ માટે છે. આ યોજના રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમના ભાગરૂપે ચલાવવામાં આવે છે.
યોજનાની લાક્ષણિકતાઓ
ગરીબી રેખા નીચે જીવતી ૧૮ વર્ષ કે તેથી વધુ વયની વિધવાઓને રૂ. ૭૦૦/માસ મળવાપાત્ર થશે, જ્યાં સુધી તેણી પુન:લગ્ન ન કરે અથવા તેણીનો પુત્ર ૨૧ વર્ષનો ન થાય ત્યાં સુધી તેને સહાય મળવાપાત્ર છે.
દસ્તાવેજ
ગરીબી રેખાનું ઓળખપત્ર.
રહેઠાંણનો પુરાવો.
ઉંમરનો પુરાવો.
નાગરિક્ત્વનો પુરાવો.
લાયકાત
લાભાર્થી પાસે ગરીબી રેખાનું ઓળખપત્ર હોવું જોઇએ.
લાભાર્થી ભારતનો નાગરિક હોવો જોઇએ.
લાભાર્થી ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી હોવી જોઇએ.
લાભાર્થી:
18 કે તેથી વધુ વયના બીપીએલ કુટુંબની વિધવા
લાભો:
દર મહિને ૭૦૦/- ની રકમ મેળશે

English





You must be logged in to post a comment.